કોંગ્રેસના નેતાએ જાહેરમાં મહિલાનો હાથ પકડીને કરી એવી હરકત, video આગની જેમ વાઈરલ – Sandesh
NIFTY 10,360.40 +0.00  |  SENSEX 33,703.59 +0.00  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કોંગ્રેસના નેતાએ જાહેરમાં મહિલાનો હાથ પકડીને કરી એવી હરકત, video આગની જેમ વાઈરલ

કોંગ્રેસના નેતાએ જાહેરમાં મહિલાનો હાથ પકડીને કરી એવી હરકત, video આગની જેમ વાઈરલ

 | 1:44 pm IST

રાજનેતાઓ ક્યારેક જાહેરમાં એવી હરકતો કરી બેસતા હોય છે કે જેનાથી તેમનું તો નાક કપાય જ છે પરંતુ સાથે સાથે જે પાર્ટી સાથે તેઓ જોડાયેલા હોય છે તેણે પણ સહન કરવું પડે છે. હાલમાં કોંગ્રેસના એક નેતાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નેતાજી તેમની બાજુમાં બેઠેલા વિધાનપરિષદના મહિલા સભ્યનો હાથ પકડીને હરકત કરતા નજરે ચડે છે. મહિલા મરક મરક હસતાં પોતાનો હાથ અલગ કરવાની કોશિશ કરી રહી છે પરંતુ નેતાજી વળી પાછો મહિલાનો હાથ પકડે છે પરંતુ મહિલા આખરે હાથ છોડાવી લે છે. આમ એક કે બે વાર નહીં પરંતુ ત્રણ ચાર વાર જોવા મળી રહ્યું છે. વધુ ચોંકાવનારી વાત તો એ છે કે નેતાની આ હરકત પર મહિલા નેતા તેને ફટકારતી નથી પરંતુ ચહેરા પર હાસ્યના ભાવ સાથે તે હાથને અલગ કરે છે. આ વીડિયો ક્લિપ 15 ઓગસ્ટના કાર્યક્રમની છે જેમાં કર્ણાટકના કોંગ્રેસના મડિકેરી યૂનિટના પૂર્વ અધ્યક્ષ ટી પી રમેશ વિધાન પરિષદના સભ્ય વીણા અચય્યાનો હાથ પકડે છે. તેમની આ છીછરી હરકતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ છે.

આ ઘટના અંગે જ્યારે મહિલા નેતાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ટી પી રમેશ તેમનો હાથ પકડીને કહેતા હતાં કે તમે હવે પાતળા થઈ ગયા છો. વીણાનું કહેવું છે કે આ અંગે તેમણે હાલ તો કોઈ ફરિયાદ નોંધાવી નથી. જો કે તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ સાથે વાત કર્યા બાદ તેઓ પગલું ભરશે. અત્રે જણાવવાનું કે ટી પી રમેશ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નજીકના ગણાય છે.

;