Congress Leader Navjot Singh Sidhu Controversial Speech in Bihar
  • Home
  • Election 2019
  • નવજોત સિંહ સિદ્ધુ પર લટકતી તલવાર, ચૂંટણી પંચ લાલઘુમ લઈ શકે છે એક્શન

નવજોત સિંહ સિદ્ધુ પર લટકતી તલવાર, ચૂંટણી પંચ લાલઘુમ લઈ શકે છે એક્શન

 | 2:57 pm IST

કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુને બિહારમાં આપેલુ નિવેદન ભારે પડી શકે છે. ચૂંટણી પંચે જે પ્રકારના નિવેદનના આધારે માય્યાવતી, યોગી આદિત્યનાથ, આઝમ ખાન અને મેનકા ગાંધી પર ચૂંટણી પ્રચારનો પ્રતિબંધ લાધ્યો છે તેવું જ નિવેદન સિદ્ધુએ આજે આપ્યું હતું.

ચૂંટણી પંચે બિહારના કટિહારમાં નવજોત સિંહ સિદ્ધુના નિવેદન પર સંજ્ઞાન લીધું છે. ચૂંટણી પંચે કટિહારના ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ મંગાવ્યો છે. આ ઉપરાંત પંચે સિદ્ધુના નિવેદનની સીડી અને નિવેદનને ટ્રાંસસ્ક્રિપ્ટ પણ માંગી છે.

હજી બસપા અધ્યક્ષ માયાવતીના વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ સમ્યો નથી ત્યાં કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ પણ કંઈક આ પ્રકારની ટિપ્પણી કરી છે. સિદ્ધુએ ધર્મના આધારે મત આપવાની અપીલ કરી છે.

તેમણે મુસ્લિમોને એકજુથ થઈને મહાગઠબંધનના ઉમેદવારના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી. સિદ્ધુએ બિહારના કટિહારમાં આ વાત કહી હતી. આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તારિક અનવર મેદાનમાં છે.

એક ચૂંટણી સભાને સંબોધિત કરતા સિદ્ધુએ કહ્યું હતું કે, આજે ષડયંત્ર થઈ રહ્યું છે, હું તમને સાવચેત કરવા આવ્યો છું. મુસલમાન ભાઈઓ તમારી વસ્તી 54 ટકા છે. તમે જેટલા પણ મુસલમાન ભાઈઓ છો, વધા મારી પાઘડી છે. તમે પંજાબમાં કામ કરવા જાવ છો. ત્યાં તમને માન-સમ્માન મલે છે. તમને પંજાબમાં કોઈ મુશ્કેલી આવે તો કહેજો, હું ત્યા મંત્રી છું.

સિદ્ધુ આટલે જે અટક્યા નહોતા. તેમને આગળ ઉમેર્યું હતું કે, હું તમને ચેતવવા આવ્યો છું. તમને વિભાજીત કરવામાં આવી રહ્યાં છે. મુસ્લિમ ભાઈઓ, ઓવૈશી જેવા લોકોને ઉભા કરીને તમારા મત વહેંચીને ભાજપ જીતવા માંગે છે. પણ અમે 54 ટકા એકજુથ થઈને મતદાન કરો તો બાજી પલટી શકે છે. તમે અહીં અલ્પસંખ્યક હોવા છતંયે બહુસંખ્યક છો. જો તમે એકજુથતા દેખાડો તો તારીક અનવારને કોઈ હરાવી શકે તેમ નથી.

સિદ્ધુ કટિહારના બલરામપુર વિધાનસભા વિસ્તારમાં પડતા બારસોઈ ખાતે જનસભાને સંબોધિત કરતા વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. સિદ્ધુનું આ ભાષણ ભડકાઉ હતું. ચૂંટણી પંચ આ મામલે કેવું વલણ દાખવે છે તે જોવાનું રહેશે.

આ વીડિયો પણ જુઓ

છત્તિસગઢથી  PM મોદીની જાહેરસભા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન