Congress Leader Rahul Gandhi Challenges To PM Narendra Modi
  • Home
  • Featured
  • કોંગ્રેસની બેઠક ફિક્કી રહેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફેંક્યો ખુલ્લો પડકાર

કોંગ્રેસની બેઠક ફિક્કી રહેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફેંક્યો ખુલ્લો પડકાર

 | 7:02 pm IST

નાગરિકતા સંશોધન કાયદાને લઈને કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠક ફિકી રહી હતી. બેઠક બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. 

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હ્તું કે, તેમનામાં હિંમત હોય તો પોલીસ પ્રોટેક્શન વગર જ કોઈ પણ યૂનિવર્સિટીમાં જઈને દેખાડે. તેઓ જણાવે કે તે દેશ માતે શું શું કરવા જઈ રહ્યાં છે. તેમણે જેએનયૂ અને જામિયા મિલિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધને લઈને કહ્યું હતું કે, તેમના અવાજને દબાવી ના શકાય્.

કોંગ્રેસ સીએએનો ભારે વિરોધ કરી રહી છે. આ મામલે આજે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની બેઠક યોજાઈ હતી. જોકે આ બેઠક્માંથી ટીએમસી, સપા, બસપા, શિવસેના અને આપ સહિતના પક્ષો અળગા રહ્યાં હતાં. બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને જવાબ આપવો પડશે કે તેમને રોજગારી કેવી રીત્તે મળશે અને કેવી રીતે દેશની અર્થવ્યવસ્થા પાટા પર આવશે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ યુવાઓ સાથે વાત કરવી જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને જણાવવું જોઈએ કે તેઓ ભવિષ્યમાં શું શું કરવા જઈ રહ્યાં છે. પીએમએ જણાવવું  જોઈએ કે કેવી રીત્તે યુવાઓને રોજગાર મળશે અને આખરે કેવી રીતે અર્થવ્યવસ્થા સંકટમાં આવી ગઈ. વડાપ્રધાનની વિદ્યાર્થીઓ સામે ઉભા રહેવાની હિંમત નથી.

તેમણે કહ્યું હતું કે, દેશના યુવાઓની સમસ્યાઓ ઉલેકવાના બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું ધ્યાન ભટકાવવાના અને તેમને વિભાજીત કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. યુવાઓઓ અવાજ સાચો છે, તેમને દબાવી ના શકાય. સરકારે તેમની સાથે વાતચીત કરવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં  હિંમત હોય તો તેઓ દેશની કોઈ પણ યૂનિવર્સિટીમાં પોલીસ પ્રોટેક્શન વગર જઈને દેખાડે.

જોકે રાહુલ ગાંધીએ કોંગ્રેસની આગેવાનીમાં સીએએના વિરોધમાં યોજાયેલી બેઠકમાં તેના મહત્વના સાથી પક્ષોની ગેરહાજરીને લઈને સવાલ કરવામાં આવતા તેઓ કંઈ જ બોલ્યા નહોતા.

આ વીડિયો પણ જુઓ : લેવાશે બર્બરતાનો બદલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન