Congress Leader Rahul Gandhi Did Attend any Meeting of Standing Committee on Defense So Far
  • Home
  • Featured
  • ચીન મામલે મોદી સરકારને ઘેરવામાં કોઈ કસર ના છોડનારા રાહુલ ગાંધીને લઈ થયો ખુલાસો

ચીન મામલે મોદી સરકારને ઘેરવામાં કોઈ કસર ના છોડનારા રાહુલ ગાંધીને લઈ થયો ખુલાસો

 | 5:14 pm IST

ચીન સાથેના તણાવ અને લદ્દાખમાં ગલવના ખીણમાં થેયલા સરહદી વિવાદને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મોદી સરકારને ઘેરવામાં કોઈ જ કસર બાકી રાખી નથી. પરંતુ આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાઈ સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. નડ્ડાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી દેશને સતત હતોત્સાહિત અને સેનાની વિરતા પર સવાલ ઉઠાવી રહ્યાં છે પણ તેમણે સંસદની રક્ષા બબતોની સમિતિ બેઠક્માં ક્યારેય ભાગ જ નથી લીધો.

બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, રાહુલ ગાંધી એક ગૌરવશાળી વંશપરંપરા સાથે સંકળાયેલા છે જ્યાં સમિતિઓનું કોઈ મહત્વ નથી. કોંગ્રેસમાં અનેક એવા યોગ્ય સદસ્યો છે જે સંસદીય મુદ્દા સમજે છે પરંતુ એક રાજવંશ આવા નેતાઓને કદી આગળ નહીં વધવા દે.

નડ્ડાએ બીજી એક ટ્વિટમાં લખ્યું હતું કે, રાહુલ ગાંધી સંરક્ષણ સમિતિના સદસ્ય હોવા છતા એક પણ બેઠકમાં સામેલ નથી થતા જે નિરાશાજનક છે. સાથે જ વધુ દુ:ખની વાત એ છે કે તેઓ સતત રાષ્ટ્રનું મનોબળ નબળું પાડી રહ્યા છે, આપણા સશસ્ત્ર દળોની વીરતા સામે સવાલો કરે છે અને એક જવાબદાર વિપક્ષી નેતાએ ન કરવું જોઈએ તે બધું જ કરે છે.

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને સપ્ટેમ્બર 2019માં સંરક્ષણ સમિતિના સદસ્ય તરીકે નિમવામાં આવ્યા હતા. આ સમિતિમાં રાહુલ ગાંધી સહિત 21 લોકસભા સદસ્ય અને 10 રાજ્યસભા સદસ્યોનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામ આ સંરક્ષણ સમિતિના અધ્યક્ષ છે. છેલ્લા એક વર્ષમાં આશરે એકાદ ડઝન બેઠકો થઈ ચુકી છે પરંતુ રાહુલ ગાંધી એક પણ બેઠકમાં સામેલ નથી થયા.

સંરક્ષણ સમિતિના સદસ્ય અને ભાજપના રાજ્યસભાના સાંસદ અશોક બાજપેઈએ જણાવ્યું કે, સંરક્ષણ સમિતિમાં વરિષ્ઠ લોકસભા અને રાજ્યસભા સદસ્યો સામેલ છે. રાહુલ ગાંધી પણ આ સમિતિના સદસ્ય છે પરંતુ તેઓ છેલ્લા એક વર્ષ દરમિયાન યોજાયેલી એક પણ બેઠકમાં સામેલ નથી થયા. આના પરથી તેમની રાષ્ટ્રની સુરક્ષા અંગેની ગંભીરતા સમજી શકાય છે.

અશોક બાજપેઈએ જણાવ્યું કે, જે રીતે રાહુલ ગાંધી મીડિયામાં ચીન મુદ્દે સેનાનું મનોબળ ઘટે તેવા નિવેદનો આપી રહ્યા છે તે દેશની છબિને નુકસાન પહોંચાડનારૂં છે. જો તેમને સંરક્ષણ મામલે આટલી ખબર પડે છે તો તેઓ સંરક્ષણ સમિતિની બેઠકમાં સામેલ થઈ પોતાના મંતવ્યો આપે તે વધુ યોગ્ય રહેશે. સંરક્ષણ સમિતિમાં દરેક પ્રકારની ચર્ચાઓ થાય છે અને જો તેઓ તેમાં સામેલ થાય તો તેમને દેશના સંરક્ષણ સંબંધી માહિતી પણ મળશે.

આ વીડિયો પણ જુઓ : ચીન સાથે LAC પર તણાવ, રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા PM મોદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન