Congress leader Rajiv Tyagi passes away due to cardiac arrest
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કૉંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું કાર્ડિયક અરેસ્ટથી નિધન, સાંજે ટીવી ડિબેટમાં જોવા મળ્યા હતા

કૉંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું કાર્ડિયક અરેસ્ટથી નિધન, સાંજે ટીવી ડિબેટમાં જોવા મળ્યા હતા

 | 9:07 pm IST

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું નિધન થઈ ગયું છે. બુધવાર સાંજે એક ટીવી ડિબેટમાં ભાગ લીધા બાદ તેમને કાર્ડિયક અરેસ્ટ આવ્યો. રિપોર્ટ્સ અનુસાર તેમની તબિયત બગડતા ગાઝિયાબાદની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડીકવાર પછી તેમનું નિધન થઈ ગયું. કૉંગ્રેસ સચિવ (સંચાર) ડૉ. વિનીત પૂનિયાએ તેમના નિધનની જાણકારી આપી. જાણકારી મેળવીને બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ પણ શોક પ્રકટ કર્યો છે.

બુધવારે સાંજે કર્યું હતુ છેલ્લું ટ્વીટ

ત્યાગીએ બુધવાર સાંજે લગભગ પોણા ચાર વાગ્યે પોતાના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કર્યું હતુ. નિધનની જાણકારી આપતા ડૉ. પૂનિયાએ ટ્વીટ કર્યું કે, ‘ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રવક્તા અને વરિષ્ઠ કૉંગ્રેસ નેતા શ્રી રાજીવ ત્યાગી જી નથી રહ્યા. તેમના પરિવારજનો અને પ્રશંસકોને મારી સંવેદના.’

સંબિત પાત્રાએ દુ:ખ વ્યક્ત કર્યું

બીજેપી નેતા સંબિત પાત્રાએ લખ્યું કે, ‘વિશ્વાસ નથી થઈ રહ્યો. કૉંગ્રેસના પ્રવક્તા મારા મિત્ર રાજીવ ત્યાગી આપણી સાથે નથી. આજે 5 વાગ્યે અમે બંનેએ સાથે ડિબેટ પણ કરી હતી. જીવન ઘણું જ અનિશ્ચિત છે. અત્યારે પણ શબ્દો નથી મળી રહ્યા. હે ગોવિંદ રાજીવ જીને તમારા શ્રી ચરણોમાં સ્થાન આપજો.’

કૉંગ્રેસે નિધન પર શોક વ્યક્ત કર્યો

કૉંગ્રેસે પોતાના રાષ્ટ્રિય પ્રવક્તાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, ‘તેઓ એક પ્રખર કૉંગ્રેસી અને સાચા દેશભક્ત હતા. પાર્ટીએ ત્યાગીના પરિવાર અને દોસ્તો પ્રત્યે સંવેદના પ્રકટ કરી છે.’ રાજીવ ત્યાગીને ટીવી જગતમાં ખુલીને પોતાની વાત રાખવા તરીકે ઓળખવામાં આવતા હતા. બીજેપીના સંબિત પાત્રાની સાથે તેમની ડિબેટ ક્યારેક થોડીક તીખી થઈ જતી હતી. તેઓ તથ્યો સાથે અલગ અંદાજમાં કૉંગ્રેસનો પક્ષ રાખવા માટે જાણીતા હતા.

આ વિડીયો પણ જુઓ: રાજ્યમાં ભારે વરસાદે તારાજી સર્જી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન