રાજ્યમાં ઘણા વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જે કારણે આજે ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં તેમણે રાજ્યમાં કમોસમી વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અમુક ભાગમાં વરસાદી છાંટા પડે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, અમરેલી, બોટાદ, ભાવનગરના વાતાવરણમાં પલટો આવશે. આ સાથે રાજ્યના અમુક ભાગમાં વરસાદી છાંટા પડે તેવી શક્યતા છે. આ સાથે અમુક ભાગમાં વાતાવરણ વાદળછાયું રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા કમોસમી વરસાદની શકયતા સેવાઈ રહી છે. પશ્ચિમી વિક્ષેપની અસર વડોદરા,રાજપીપળામાં જોવા મળશે. આ સાથે ભરૂચ, નેત્રંગ, વાલિયા સુધી તેની અસર જોવા મળશે. ગાંધીનગર,અમદાવાદના વાતાવરણમાં પલટો આવી શકે છે. અમરેલી, ભાવનગર,બોટાદના વાતાવરણમાં પલટો આવશે. સવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા ઠંડીનું પ્રમાણ રહી શકે. મહતમ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. 20 ફેબ્રુઆરીથી રાજ્યમાં ઠડીનું પ્રમાણ ઘટશે રાજ્યમાં તાપમાન અંગે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાતમાં 32 થી 34 ડીગ્રી તાપમાન રહેશે. લઘુતમ તાપમાન 18 ડિગ્રી જોવા મળી શકે છે. બદલાતા હવામાનની કૃષિ પાક પર અસર જોવા મળશે. ફેબ્રુઆરી માસમાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવશે. પશ્ચિમી વિક્ષેપથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. ઉભા કૃષિ પાકોમાં ઈયળ પડવાની શકયતાઓ જોવા મળી રહી છે. 20 ફેબ્રુઆરીથી રાજ્યમાં ઠડીનું પ્રમાણ ઘટશે. ઉનાળુ પાકના વાવેતર માટે હવામાન સાનુકૂળ થશે. પવનના તોફાનો અને કરા પડવાની શકયતા દેશના હવામાન વિશે વાત કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, હવે ઉત્તર ભારતમાં મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષેપ આવેલ છે. જેની અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં પવનના તોફાનો, બરફ પડવો અને કરા પડવાની શકયતાઓ જોવા મળી રહી છે. જેની અસર રાજસ્થાનના ભાગો, ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગો અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં થવાની શક્યતાઓ છે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે કમોસમી વરસાદની શક્યતા વિશે વાત કરતા અંબાલાલે જણાવ્યું હતું કે, રાજ્યના છુટા છવાયા ભાગોમાં વરસાદી છાંટા તો કોઈ ભાગમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા કમોસમી વરસાદની શકયતાઓ રહેશે. પશ્ચિમી વિક્ષેપની અસર છે કે, વડોદરાના ભાગો, રાજપીપળા, ભરૂચ, નેત્રનગ, વાલિયા, સુધી અસર જોવા મળશે. કોઈ ભાગમાં વરસાદી છાંટા પડવાની શકયતાઓ સેવાઈ રહી છે. ગાંધીનગર અને અમદાવાદના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. આ પણ વાંચો - Weather Update : ફરી બદલાયુ હવામાન, ઠંડીની સાથે વરસાદની શક્યતા