Congress Leader Rohan Gupta On Gujarat New CM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ભાજપ ખુરશી બદલો પાર્ટી, મુખ્યમંત્રી બદલવાથી પાપ નહીં ભૂલાય: કોંગ્રેસ

ભાજપ ખુરશી બદલો પાર્ટી, મુખ્યમંત્રી બદલવાથી પાપ નહીં ભૂલાય: કોંગ્રેસ

 | 5:16 pm IST
  • Share

  • ‘ન્યાય યાત્રા’ બાદ કોંગ્રેસનું વધુ એક અભિયાન
  • ‘ગુજરાત ફૉર ન્યાય’ અભિયાન થકી સરકારને ઘેરશે
  • કોરોનાથી મોતને ભેટેલા લોકોના પરિવારજનોને અપાવશે ન્યાય

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ગઈકાલે શપથ લઈ લીધા છે. વિધાનસભા ચૂંટણી પહેલા વિજય રૂપાણીએ અચાનક મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, ત્યારે કોંગ્રેસ સહિત ભાજપના પણ અનેક નેતાઓને નવાઈ લાગી હતી. એવામાં કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ મોટું નિવેદન આપ્યું છે.

રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા વધુ એક અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ અંગેની વિગતો આપતાં કોંગ્રેસ નેતા અને પાર્ટીના સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમને રોહન ગુપ્તાએ જણાવ્યું કે, કોરોના કાળમાં નાગરિકોના થયેલા મોત અને જનતાને પડેલી હાલાકીને લઈને કોંગ્રેસ દ્વારા એક અભિયાન હાથ ધરવામાં આવશે.

કોંગ્રેસ પાર્ટી કોરોનાના કારણે મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી રહી છે. રોહન ગુપ્તાએ જણાવ્યું કે, કોંગ્રેસ સોશિયલ મીડિયા વિભાગ દ્વારા “ગુજરાત ફૉર ન્યાય” અંતર્ગત સરકારના અન્યાય સામે ન્યાયની માંગ સાથે ખાસ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન ગુજરાત પુરતું નહીં રહેલા રાષ્ટ્રીય સ્તરે પણ તેને આગળ વધારવામાં આવશે. આ અભિયાન આગામી 8 દિવસ સુધી ચાલશે.

ભાજપના મુખ્યમંત્રી બદલવાના નિર્ણય અંગે કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાત ભાજપ સંગીત ખુરશી રમી રહ્યાં છે. ભાજપ ખુરશી બદલો પાર્ટી છે, મુખ્યમંત્રી બદલવાથી પાર્ટીના પાપ નહીં ભૂલાય. રાજ્યમાં ભાજપની રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન