Congress Leader Sajjan Singh Controversial Statement About Girls Age Of Marriage
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • યુવતીઓની લગ્નની ઉંમરને કોંગ્રેસના નેતાની અભદ્ર ટિપ્પણી, કહ્યું-છોકરીઓ તો 15 વર્ષે જ…

યુવતીઓની લગ્નની ઉંમરને કોંગ્રેસના નેતાની અભદ્ર ટિપ્પણી, કહ્યું-છોકરીઓ તો 15 વર્ષે જ…

 | 8:02 pm IST
  • Share

પોતાના નિવેદનોને લઈને હંમેશા વિવાદમાં રહેનારા પૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્માએ ફરી એકવાર અત્યંત વાંધાજનક ટિપ્પણી કરી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા છોકરીઓની લગ્નની ઉંમર વધારીને 21 કરવામાં આવવાની ચર્ચાને લઈને વર્માએ કહ્યું હતું કે, છોકરીઓ તો 15 વર્ષમાં જ પ્રજનનને લાયક બની જાય તો છે તો લગ્ન માટેની ઉંમર 21 વર્ષની કરવાની શું જરૂર હતી?

વર્માએ કહ્યું હતું કે, જ્યારે છોકરીઓની ઉંમર પહેલા 18 વર્ષ હતી તો તેમાં ફેરફાર કરવાની શું જરૂર છે. વર્માનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યું છે. આ પ્રકારની અભદ્ર ટિપ્પણી બદલ વર્માની ચારેકોર થૂ થૂ થઈ રહી છે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે એક સભામાં કહ્યું હતું કે યુવતીઓની લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાની વાત પર સમાજમાં ચર્ચા થવી જોઈએ. આ મુદ્દે મધ્ય પ્રદેશના પૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્માએ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. જેના કારણે વિવાદ ઉભો થયો છે. સજ્જન સિંહે કહ્યું કે ડોક્ટરોના મતે જ્યારે યુવતીઓ 15 વર્ષે પ્રજનન લાયક થઈ જાય તો લગ્નની ઉંમર 21 વર્ષ કરવાની જરૂર શું છે. જ્યારે પહેલા લગ્નની ઉંમર 18 વર્ષ નક્કી છે તો 18 વર્ષ જ કેમ ના રહેવા દેવામાં આવે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે એક સભામાં કહ્યું હતું કે યુવતીઓની લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાની વાત પર સમાજમાં ચર્ચા થવી જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ઘણી વખત મને લાગે છે કે સમાજમાં ચર્ચા થવી જોઈએ કે યુવતીઓની લગ્નની ઉંમર 18 વર્ષ રહેવી જોઈએ કે તેને વધારીને 21 વર્ષ કરી દેવી જોઈએ. હું આ ચર્ચાને વિષય બનાવવા માંગું છું. પ્રદેશ વિચારે, દેશ વિચારે જેથી આ મામલે કોઈ નિર્ણય કરી શકાય.

પ્રદેશ સ્તરીય સન્માન અભિયાનની શરૂઆત કરતા મુખ્યમંત્રીએ આ વાત કરી હતી. આ અભિયાનનો ઉદ્દેશ્ય મહિલાઓ સામે અપરાધના ઉન્મુલનમાં સમાજની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો, મહિલાઓ અને બાલિકાઓ માટે સન્માનજનક અને અનુકુળ વાતાવરણ તૈયાર કરવાનો અને સામાન્ય લોકોને કાનૂની પ્રાવધાનો પ્રત્યે એ રીતે જાગૃત કરવાનો છે કે તે મહિલા સુરક્ષા પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન