Congress Leader Shashi Tharoor Says Ideology Of Hindi Hindu Hindutva Is Dividing Our Country
  • Home
  • Featured
  • હિંદી, હિંદુ અને હિંદુત્વ પર કોંગ્રેસના વરિષ્ઠ મંત્રી શશિ થરૂરનું વિવાદાસ્પદ નિવેદન

હિંદી, હિંદુ અને હિંદુત્વ પર કોંગ્રેસના વરિષ્ઠ મંત્રી શશિ થરૂરનું વિવાદાસ્પદ નિવેદન

 | 6:40 pm IST

તાજેતરમાં જ મુંબઈના એરપોર્ટ પર એક 27 વર્ષના પીએચડીના વિદ્યાર્થીને હિંદી ભાષા બોલતા ના આવડતું હોવાથી અટકાવવામાં આવ્યો હતો. આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. શશિ થરૂરે હિંદુત્વની વિચારધારા પર નિશાન તાક્યું હતું.

થરૂરે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, હિંદી, હિંદૂ અને હિંદુત્વની વિચારધારા જ ભારત દેશને વિભાજીત કરી રહી છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, આપણે એકતાની જરૂર છે નહીં કે એકરૂપતાની.

27 વર્ષના પીએચડીના વિદ્યાર્થી અબ્રાહમ સેમુઅલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને ટેગ કરી ટ્વિટ કરી હતી કે તેને હિંદી ભાષા આવડતી ના હોવાના કારણે મુંબઈ એરપોર્ટ પર એક અધિકારીએ ક્લિયરંસ આપવાનો ઈનકાર કરી દીધો. અબ્રાહમ અમેરિકાનીએ ક્લાર્કસન યૂનિવર્સિટીમાં કેમેસ્ટ્રિ વિષયમાં પીએચડી કરે છે. તે મૂળ રૂપે તમિળનાડુનો રહેવાસી છે. સેમુઅલે વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી ઉપરાંત વિદેશ મંત્રી સુષ્મા સ્વરા, કોંગ્રેસન નેતા શશિ થરૂર અને ડીએમકે ચીફ એમકે સ્ટાલિનને પણ પોતાના ટ્વિટમાં ટેગ કર્યા હતાં.

આ મામલે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના શશિ થરૂરે ટ્વિટ કર્યું હતું કે, આ હિંદી, હિંદુ અને હિંદુત્વની વિચારધારા જ આપણા દેશને વિભાજીત કરી રહી છે. આપણે એકતાની જરૂર છે, એકરૂપતાની નહીં. સેમુઅલે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, હાલ જ મને એક ઈમિગ્રેશન અધિકારી મુંબઈ એરપોર્ટ પર કાઉંટર નંબર 33 પર ઈમિગ્રેશન આપવાનો ઈનકાર કરી દીધો. કારણ કે મને તમિળ કે અંગ્રેજી જ આવડતી હતી, હિંદી ભાષા નહીં. આ શું સમસ્યા છે? અધિકારીઓને ફરિયાદ કરી છે, મને આશા છે કે કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન