Congress Letter against CM Uddhav Thackeray On Sakinaka Rape Case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મહારાષ્ટ્ર: કોંગ્રેસ નેતાએ CM ઠાકરે પર લગાવ્યો ‘વૉટબેંક’ની રાજનીતિનો આરોપ

મહારાષ્ટ્ર: કોંગ્રેસ નેતાએ CM ઠાકરે પર લગાવ્યો ‘વૉટબેંક’ની રાજનીતિનો આરોપ

 | 8:24 pm IST
  • Share

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને નેશનલ કોંગ્રેસ પાર્ટીના ગંઠબંધન મહાવિકાસ આઘાડી (MVA)માં થોડા દિવસોના અંતરે મતભેદો સપાટી પર આવી જ જાય છે. ગઠબંધનમાં રહેલી ત્રણેય પાર્ટીઓના નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરતા રહે છે. એવામાં દેશના આર્થિક રાજધાની મુંબઈના સાકીનાકામાં દુષ્કર્મ-હત્યા કેસ પર મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (MVA)સરકારના વલણની ટીકા કરતાં કોંગ્રેસ નેતા વિશ્વબંધુ રાયે મહારાષ્ટ્રના રાજ્યપાલને પત્ર લખ્યો છે.

પોતાના પત્રમાં મુંબઈ કોંગ્રેસના સચિવ વિશ્વબંધુ રાયે લખ્યું છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક પ્રાદેશિક પાર્ટીના પ્રમુખ છે અને તેમની રાજનીતિક ચિંતા પણ સ્થાનિક જ છે. મુખ્યમંત્રી દ્વારા પોતાની મત બેંકને સંતુષ્ટ કરવા માટે અન્ય રાજ્યોના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જ્યારે કોઈ પણ બળાત્કારીને ધર્મ, જાતિ કે ભાષાના ચશ્માથી ના જોવા જોઈએ અને તેમને ફાંસી આપવી જોઈએ.

વધુમાં તેમણે લખ્યું છે કે, મહારાષ્ટ્રમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર, દુષ્કર્મ અને હિંસાની ઘટના પર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનું તમારું સૂચન આવકારદાયક છે. હું એ બદલ આપનો આભાર માનું છું.

છેલ્લા કેટલાક મહિનાઓથી મુંબઈમાં મહિલાઓ પર અત્યાચારના કેસોમાં 144 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020માં મહારાષ્ટ્રમાં દુષ્કર્મના 2061 કેસ નોંધાયા છે. આ સિવયા અનેક કેસો દરરોજ સામે આવી રહ્યા છે.

સાકીનાકા કાંડમાં મુંબઈ પોલીસ કમિશ્નરનું નિવેદન બેજવાબદારીપૂર્ણ હતું. તેમણે કહ્યું હતું કે, પોલીસ દરેક ઠેકાંણે ના હોઈ શકે. જે સીધી રીતે જવાબદારીમાંથી છટકવાનું બહાનું છે. આવે બેજવાબદાર કમિશનર વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈતી હતી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પ્રાદેશિક પાર્ટીના અધ્યક્ષ પણ છે. આથી સાકીનાકા દુષ્કર્મ કેસમાં સીધી રીતે બીજા રાજ્યના લોકોને ટાર્ગેટ કરીને ઉદ્ધવ ઠાકરેએ પોતાની વૉટ બેંકને સંતુષ્ટ કરવાની કોશિશ કરી છે. મહારાષ્ટ્રમાં અન્ય રાજકીય પાર્ટીઓ પણ આવા પ્રકારની ઉતરતી કક્ષાની રાજનીતિ કરે છે.

જ્યારે મુખ્યમંત્રી કોઈ અપરાધને લઈને આવી રાજનીતિ કરવા લાગશે, તો રાજ્યની પ્રજા નિષ્પક્ષ ન્યાય માટે ક્યાં જશે? આથી જ આ પત્ર લખવો મને યોગ્ય લાગ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો