Congress Loss Lunawada Nagar Palika Bhavnaben Mehta appoint as a chief
  • Home
  • Featured
  • કોંગ્રેસના ગઢમાં ગાબડું! લુણાવાડા નગર પાલિકા પર ભાજપનો કબજો

કોંગ્રેસના ગઢમાં ગાબડું! લુણાવાડા નગર પાલિકા પર ભાજપનો કબજો

 | 5:21 pm IST
  • Share

  • કોંગ્રેસના 4 સભ્યોએ બળવો પોકારી ભાજપને મત આપ્યાં
  • ભાજપના ભાવનાબેન મહેતાની પ્રમુખ પદે નિમણૂંક
  • વર્ષો બાદ લુણાવાડા બેઠક પર કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો

મહિસાગર જિલ્લાની લુણાવાડા નગર પાલિકામાં વર્ષો બાદ ભાજપના હાથમાં સત્તા આવી છે. ખાસ વાત એ છે કે, કોંગ્રેસના 4 સભ્યોએ ભાજપને મત આપતા લુણાવાડા નગર પાલિકામાં ભગવો લહેરાયો છે.

ભાજપના ભાવનાબેન મહેતાને લુણાવાડા નગર પાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. ભાજપના ભાવનાબેનને 16 મત અને કોંગ્રેસના મીનાબેનને 11 મત મળતા લુણાવાડા નગર પાલિકામાં ભાજપનો 5 મતે વિજય થયો છે.

આજે લુણાવાડાના પ્રમુખની વરણી કરવાની હતી, ત્યારે કોંગ્રેસના 4 સભ્યોએ બળવો પોકારીને ભાજપને ટેકો આપતાં વર્ષો બાદ લુણાવાડા નગર પાલિકામાં કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો