Congress Loss Vyara Taluka Panchayat in Tapi
  • Home
  • Featured
  • વ્યારા કોંગ્રેસમાં ગાબડું, પ્રમુખ સહિત 5 સભ્યો ભાજપમાં જોડાયા

વ્યારા કોંગ્રેસમાં ગાબડું, પ્રમુખ સહિત 5 સભ્યો ભાજપમાં જોડાયા

 | 3:55 pm IST
  • Share

  • કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમ પર
  • તાપીની વ્યારા તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવી
  • 20 બેઠકો વાળી વ્યારા તા. પંચાયતમાં ભાજપના 11 સભ્યો થયા

તાપી જિલ્લા કોંગ્રેસ માટે આજનો દિવસ ખૂબજ કપરો કહી શકાય, કારણ કે વ્યારા તાલુકા પંચાયતના કોંગ્રેસી પ્રમુખ સહિત 5 સભ્યો આજે પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં કેસરિયો ધારણ કરી લેતા આઝાદી બાદ સૌ પ્રથમ વાર વ્યારા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી સારી જવા પામી છે.

ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપ નો ખેસ ધારણ કર્યો હતો.

તાપી જિલ્લાના બાજીપુરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જશુબેન ગામિત અને ન્યાય સમિતિના અધ્યક્ષ ઈશ્વરભાઈ ગામિત, દીવ્યાબેન ગામિત, દયાબેન ગામિત અને શર્મિલાબેન ગામિત સહિત 5 સભ્ય ભાજપમાં જોડાયા હતા.

આમ 20 બેઠકો વાળી વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 5 સભ્યોએ કેસરિયો ધારણ કરતાં ભાજપનું સંખ્યાબળ 11 પર પહોંચી ગયું છે. જેથી ભાજપે કોંગ્રેસ પાસેથી વ્યારા તાલુકા પંચાયત આંચકી લીધી છે. અગાઉ વ્યારા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો હતો.

મોટી સંખ્યામાં કોંગેસના સભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસને કમરતોડ ફટકો પડ્યો છે, ત્યારે મંત્રી મુકેશ પટેલે તાપી જિલ્લાને આગામી દિવસોમાં કોંગ્રેસ મુક્ત બનશે તેવું જણાવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો