વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, કોંગ્રેસમાં ભૂકંપ - Sandesh
  • Home
  • Gujarat
  • વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, કોંગ્રેસમાં ભૂકંપ

વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, કોંગ્રેસમાં ભૂકંપ

 | 4:00 pm IST

વિપક્ષી નેતા પરેશ ધાનાણીને આંચકો આપે તેવી ઘટનામાં અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા રાજુલા નગરપાલિકામાં જ કોંગ્રેસને ફટકો પડ્યો છે. 19 કોંગ્રેસી સભ્યોએ વ્હીપનો ઉલાળિયો કરીને પાલિકા પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરતાં કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. રાજુલા નગરપાલિકાના કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે.

અમરેલી જિલ્લાની રાજુલા નગરપાલિકામાં કુલ 28 બેઠકોમાંથી 27 બેઠકો પર કોંગ્રેસના સદસ્યો ચૂંટાયા છે. અને પાલિકાના પ્રમુખપદે મીનાબેન વાઘેલા સામે 15 દિવસથી પાલિકાના 19 સદસ્યોએ બગાવત કરીને પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકેલી હતી. જે અંગે આજે 1 ડી.વાય.એસ.પી.2 પી.આઈ.અને 70 પોલીસ કર્મીઓ નો કાફલો ગોઠવી દેવાયો હતો.  રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રજીત ધાખડાની આગેવાનીમાં 19 સભ્યોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી તેને 19 +1 ભાજપ સભ્ય એમ 20 મતોથી બહુમતીથી પસાર કરીને રાજુલામાં તખતા પલટ કર્યો હતો. કોગ્રેસે વ્હીપનો અનાદર કરીને  તખતો પલટાવી નાંખતા સ્થાનિક ધારાસભ્ય અંબરીશ ડેરને લપડાક પડડી છે.

રાજુલા નગરપાલિકાના બાગી સદસ્ય દીપેનભાઈ ધાખડાએ કહ્યું હતું કે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ગટરના કામમાં ભષ્ટાચાર કરતા હોવાને કારણે રાજુલા કોંગ્રેસના જ 19 સદસ્યોએ બગાવત કરીને કોંગ્રેસ શાસિત પાલિકા પ્રમુખને પછડાટ આપી હતી. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પંકજ કનાબારે કોંગ્રેસનો વ્હીપ 19 સદસ્યોને બજાવ્યો હોવા છતાં તેમણે તેનો અનાદર કર્યો હતો.

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજ કાનાબારે કોંગ્રેસના આંતરકલહ સામે આવતા તેમણે પરેશ ધાનાણીનો બચાવ કર્યો હતો. સાથોસાથ 19 સદસ્યો સામે શિસ્તભંગની કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી.

રાજુલા પાલિકાના 20 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરીને આગામી દિવસોમાં કલેકટરને અધ્યક્ષસ્થાને નવા પાલિકા પ્રમુખની નિમણુંક થશે તો પાલિકાના ચીફ ઓફિસર સામે ભષ્ટાચારના આક્ષેપો અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખ અને પાલિકાના ચીફ સામેના આક્ષેપો પાયા વિહોણા છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું છે. તો રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર સામે સ્થાનિક સભ્યોએ બગાવત કરીને અંબરીશ ડેરને લપડાક આપતા કોંગ્રેસનો આંતરિક વિખવાદ રાજુલા પાલિકામાં સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન