Congress Might Announce Name Of Chairperson of the Executive
  • Home
  • Featured
  • કૉંગ્રેસમાં ખત્મ થવા જઇ રહ્યું છે નેતૃત્વ સંકટ, પાર્ટી ટૂંક સમયમાં જ લેશે આ મોટો નિર્ણય

કૉંગ્રેસમાં ખત્મ થવા જઇ રહ્યું છે નેતૃત્વ સંકટ, પાર્ટી ટૂંક સમયમાં જ લેશે આ મોટો નિર્ણય

 | 7:52 pm IST

કૉંગ્રેસમાં નેતૃત્વનું સંકટ જલદી ખત્મ થઇ શકે છે. કૉંગ્રેસની વર્કિંગ કમિટી આવતા અઠવાડિયે કાર્યવાહક અધ્યક્ષની ચૂંટણી કરી શકે છે. પાર્ટીનાં વરિષ્ઠ સૂત્રએ શુક્રવારનાં એક વાત-ચીતમાં જણાવ્યું કે સીડબ્લયૂસીની બેઠક માટે આવનારા દિવસોમાં એક તારીખ નક્કી કરવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતુ. કૉંગ્રેસ અત્યારનાં દિવસોમાં પોતાના સૌથી ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે.

સોનિયા ગાંધીને કામચલાઉ રૂપે પદ સંભાળવા આગ્રહ કર્યો

નેતૃત્વ સંકટ વચ્ચે કૉંગ્રેસનાં જુના અને વરિષ્ઠ સભ્યોએ યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને કામચલાઉ રૂપે પદ સંભાળવા આગ્રહ કર્યો છે, પરંતુ તેમણે કથિત રીતે ખરાબ સ્વાસ્થ્યનું કારણ આપીને આ આગ્રહ ઠૂકરાવી દીધો છે. કાર્યવાહક અધ્યક્ષ પદ માટે ઘણા વરિષ્ઠ નેતાઓનાં નામ આગળ ચાલી રહ્યા છે. આમાં મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુશીલ કુમાર શિંદે સામેલ છે.

મુકુલ વાસનિકનું નામ સૌથી મોખરે

જ્યોતિરાદિત્ય સિંધિયાએ જો કે કહ્યું છે કે તેઓ શીર્ષ પદની દોડમાં નથી. પાર્ટી સૂત્રેએ કહ્યું કે વાસનિક આના માટે ફિટ બેસી રહ્યા છે, કેમકે તેઓ ફક્ત 59 વર્ષનાં છે અને દલિત પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન