Congress MLA Daughter Aaesha Sharma Will be seen With John Abraham in Satyamev Jayate
NIFTY 11,402.45 -32.65  |  SENSEX 37,755.02 +-96.98  |  USD 70.2850 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • કૉંગ્રેસનાં ધારાસભ્યની દીકરી બની જ્હોન અબ્રાહમની હીરોઇન, ‘સત્યમેવ જયતે’માં જોવા મળશે

કૉંગ્રેસનાં ધારાસભ્યની દીકરી બની જ્હોન અબ્રાહમની હીરોઇન, ‘સત્યમેવ જયતે’માં જોવા મળશે

 | 11:52 am IST

જ્હોન અબ્રાહમની ‘સત્યમેવ જયતે’ ફિલ્મ 15 ઑગષ્ટનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ સાથે આયેશા શર્મા જોવા મળશે. મૉડલિંગથી પોતાના કેરિયરની શરૂઆત કરનારી બી-ટાઉન ગર્લ આયેશાનું ફક્ત એક્ટિંગથી જ નહી પરંતુ રાજનીતિ સાથે પણ કનેક્શન છે. આયેશાની આ પ્રથમ ફિલ્મ છે, પરંતુ લાઇમ લાઇટમાં રહેવું તેના માટે નવું નથી. આયેશા બિહારનાં એક ધારાસભ્યની દીકરી છે.

બિહારનાં ભાગલપુરમાં જન્મેલી આયેશા ઓછી ઉંમરમાં જ દિલ્લી આવી ગઈ હતી. તેણે સ્કૂલિંગ પછી દિલ્હીમાં જ એક કૉલેજમાં બાયોટેક્નોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું. ભણતર પૂરુ થયા બાદ આયેશાએ મૉડલિંગ તરફ ઝંપલાવ્યું, જ્યાં તેને લેમ્કે સહિતની બ્રાન્ડ્સ સાથે કામ કરવા મળ્યું. આ ઉપરાંત તે કિંગફિશર કેલેન્ડર ગર્લ પણ રહી ચુકી છે અને આયુષ્યમાન ખુરાનાનાં ‘એક વારી’ વિડીયોમાં પણ જોવા મળી ચુકી છે.

એક્ટ્રેસ આયેશા શર્મા કૉંગ્રેસ ધારાસભ્ય અને બિઝનેસમેન અજિત શર્માની દીકરી છે. વર્ષ 2014માં ભાગલપુર સીટથી તેમને કૉંગ્રેસનાં ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.