Congress MLA Lalit Kagthra Son Dies in Road Accident
  • Home
  • Ahmedabad
  • કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું રોડ અકસ્માતમાં મોત, પરિવાર સાથે ગયો હતો ફરવા

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું રોડ અકસ્માતમાં મોત, પરિવાર સાથે ગયો હતો ફરવા

 | 11:47 am IST

લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું રોડ અકસ્માતમાં દુ:ખદ મોત થયું છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનો રોડ અકસ્માત પશ્ચિમ બંગાળમાં થયો હોવાનું સામે આવી રહ્યું છે. 

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર સહિત પરિવારજનો પશ્ચિમ બંગાળમાં ફરવા ગયા હતા. જ્યાં કોલકત્તાથી ફલાઈટમાં અમદાવાદ પરત ફરવાના હતા. પરંતુ ફલાઈટ ચૂકી જતા તેઓ કોલકત્તાથી વોલ્વો બસમાં લલિતભાઈના પુત્ર વિશાલ સહિત 3 દંપતિ બહેરામપુર તરફ આવી રહ્યા હતા. ત્યારે ટ્રક અને વોલ્વો બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં લલિતભાઈના પુત્ર વિશાલનું મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય મુસાફરોનો ચમત્કારીક બચાવ થયો હતો. આ બનાવની જાણ થતા જ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ઉપલેટા-ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય અને પોરબંદર બેઠકના લોકસભાના ઉમેદવાર લલિતભાઈ વસોયા તાબડતોડ રીતે વિશાલના મૃતદેહને રાજકોટ લાવવા માટે વ્યવસ્થા કરી રહ્યા છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, લલિત કગથરાનો પુત્ર પરિવાર સાથે પશ્ચિમ બંગાળમાં ફરવા ગયો હતો, ત્યાં આ ગમખ્વાર અકસ્માતના થયો છે. લલિત કગથરાના પુત્રનો પશ્ચિમ બંગાળમાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો છે, જેમાં ધારાસભ્યના પુત્રનું મોત થયું છે.

તમને જણાવી દઇએ કે, લલિતભાઈ કગથરા રાજકોટ ખાતે પારસ સોસાયટી, નિર્મલા સ્કૂલ રોડ, ‘કરમ’ ૩૪-બી ખાતે રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન