Congress MLA Vikram Madam On Covid Death
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાજપના હિસાબે માનવ જિંદગીની કિંમત માત્ર 50 હજાર રૂપિયા: કોંગ્રેસ MLA

ભાજપના હિસાબે માનવ જિંદગીની કિંમત માત્ર 50 હજાર રૂપિયા: કોંગ્રેસ MLA

 | 8:50 pm IST
  • Share

કેન્દ્ર સરકાર દ્વારા સર્વોચ્ચ અદાલતમાં સોગંધનામું દાખલ કરીને કોવિડથી મૃત્યુના કેસમાં મૃતકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા માટે કહ્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા 4 લાખ રૂપિયાના વળતરની માંગ કરવામાં આવી રહી છે. આ સાથે જ ભાજપ સરકાર પર મૃતકોના સાચા આંકડા છૂપાવવાના આક્ષેપ થઈ રહ્યાં છે.

એવામાં જામનગર શહેર કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો,  જામ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના આગેવાનો દ્વારા કોરોના મૃત્યુ અંગે ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા કોવિડ ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી. જેમાં ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી આંકડા કરતાં મૃતકોનો આંકડો વધારે હોવાનું સામે આવ્યું છે. જો આ બાબતે સરકાર ગંભીર બનીને કાયદેસરની કાર્યવાહી નહીં કરે, તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ જામનગર કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

કોરોના મહામારીને પગલે મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 50 હજારનું વળતર ચૂકવવા અંગે નિર્ણય લેવાયો છે, ત્યારે બીજી લહેર દરમ્યાન હોસ્પિટલમાં સારવાર તેમજ સ્મશાનમાં થતી અંતિમવિધિ મોતના આંકડા અંગે ભારે વિસંગતતા જોવા મળી છે. ભાજપના હિસાબે માનવ જિંદગીની કિંમત માત્ર 50 હજાર રૂપિયા છે. જામનગરમાં સરકારી ચોપડે માત્ર 561 લોકોના જ મોત દર્શાવાયા છે. જ્યારે આ જીવલેણ વાઈરસ 3320 નાગરિકોને ભરખી ચૂક્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો