Congress-NCP-Shiv Sena Agree, Friday is Very Important Day for Maharashtra
  • Home
  • Assembly Election
  • મહારાષ્ટ્રમાં CM કોણ? કોણ મંત્રી? સરકારમાં કોની કેટલી ભાગીદારી? આજે થશે નવાજુની

મહારાષ્ટ્રમાં CM કોણ? કોણ મંત્રી? સરકારમાં કોની કેટલી ભાગીદારી? આજે થશે નવાજુની

 | 11:21 pm IST

મહારાષ્ટ્રમાં જેમ જેમ દિવસો વિતતા જાય છે તેમ તેમ બેઠકોનો ધમધમાટ પણ વધી રહ્યો છે. તો બીજી બાજુ નેતાઓના ટ્વિટને લઈને સસ્પેન્સ વધી રહ્યું છે. પ્રેસ કોન્ફરન્સનો દોર પણ ચાલી રહ્યો છે પરંતુ સરકાર કોણ બનાવશે અને રાજ્યનો મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પડદો હટવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે. શિવસેનાથી અલગ થયેલી ભાજપ ચુપચાપ મૌન રહીને બધા જ ખેલ જોઈ રહી છે. જ્યારે આખી રાજનીતિ હવે મુંબઈમાંથી બહાર નિકળીને છેક દિલ્હી સુધી પહોંચી ગઈ છે અને ત્યાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.

આજે ગઠબંધનના નેતાઓના હાવભાવ પરથી સંકેત મળી રહ્યાં છે કે હવે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની રીત પર શિવસેના-એનસીપી-કોંગ્રેસ વચ્ચે સહમતિ બની છે. ત્રણેય પાર્ટીઓ વિધાનસભામાં પોતાની બેઠકોના હિસાબે મંત્રાલયોની ફાળવણી પર સૈદ્ધાંતિક રીતે એકમત થઈ છે. તેવામાં સવાલ ઉભો થાય છે કે, જો બધુ જ બરાબર છે તો આખરે ઔપચારીક જાહેરાત થવામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે?

શું નક્કી થયું ને શું બાકી?

મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચે વાતચીતની પ્રક્રિયા ગુરૂવારે પૂર્ણ થઈ ચુકી હોવાનું કહેવાય છે. બંને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું હતું કે, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે તમામ મુદ્દે વાતચીત તહી ગઈ છે અને સમહતિ પણ સધાઈ છે. તેમના જણાવ્યા પ્રમાણે બંને પાર્ટીઓની આવતી કાલે શુક્રવારે મુંબઈમાં પોતાની નાની સહયોગી પાર્ટી અને શિવસેના સાથે વાતચીત થશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ ત્તૈયાર થઈ ચુક્યો છે અને હવે શુક્રવારે મુંબઈમાં શિવસેના સાથે તેને રજુ કરવામાં આવશી. જેથી હવે આગામી 24 કલાકમાં કોઈ જાહેરાત થઈ શકે છે. શુક્રવારે કોંગ્રેસ પોતાના વિધાયક દળની બેઠક બોલાવશે જેમાં વિધાયક દળનો નેતા પસંદ કરવામાં આવશે.

આવતી કાલે શુક્રવારે શું શું થવાની શક્યતા?

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની જાહેરાતને લઈને શુક્રવારનો દિવસ મહત્વનો છે. નવી સરકારની રચના તથા તેની રૂપરેખા વિષે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. પૃથ્વીરાજ ચવાણે જણાવ્યું હતું કે, શુક્રવારે મુંબઈમાં જ આ મામલે ચર્ચા વિચારણા થશે કે નવી સરકારનું સ્વરૂપ શું શું હશે. સૂત્રોનું કહેવું છે કે, શુક્રવારે જ મુંબઈમાં સરકાર રચવાની તથા તેની આખી રૂપરેખા વિષે જાહેરાત કરવામાં આવી શકે છે. સૂત્રોનું માનવામાં આવે તો કોંગ્રેસ અને એનસીપીની આજની બેઠકમાં ગઠબંધનમાં નામ પણ નક્કી કરી લેવામાં આવ્યા છે. શુક્રવારે કોંગ્રેસની તેના નાના સાથી પક્ષો સાથે બેઠક બાદ શિવસેના સાથે પણ બેઠક નક્કી માનવામાં આવે છે.

આ વીડીયો પણ જુઓ : ભારતની તાકાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન