રાહુલ ગાંધીની ઈફ્તાર હિટ કે ફ્લોપ?, આ દિગ્ગજ નેતા રહ્યા ગેરહાજર !!! - Sandesh
  • Home
  • Featured
  • રાહુલ ગાંધીની ઈફ્તાર હિટ કે ફ્લોપ?, આ દિગ્ગજ નેતા રહ્યા ગેરહાજર !!!

રાહુલ ગાંધીની ઈફ્તાર હિટ કે ફ્લોપ?, આ દિગ્ગજ નેતા રહ્યા ગેરહાજર !!!

 | 10:43 am IST

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ પર પહોંચ્યા પછી પહેલી વખથ ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું છે. આ દરમિયાન તમામ વિપક્ષી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીની ઈફ્તારમાં મોટી સંખ્યમાં વિપક્ષી નેતાઓ હાજર રહેવાની આશા રહી હતી, પરંતુ તેમાં ઘણાં વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા ન હતા. ખાસ કરીને ત્રીજો મોરચો બનાવવાની વાત કરનાર નેતાઓની ગેરહાજરી કોંગ્રેસ માટે ચર્ચાનો વિષય બન્યો છે.

રસપ્રદ વાત એ હતી કે, એવા નેતોઓ પણ નથી પહોંચ્યા જે વર્ષ 2015માં સોનિયા ગાંધીની ઈફ્તારમાં ભાગ લેવા માટે આવ્યા હતા. જેમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંમત્રી ઉમર અબ્દુલ્લા અને NCPના પ્રમુખ શરદ પવાર હાજર રહ્યા હતા. જે આ વખતે ગેરહાજર રહ્યા હતા.

આ ઉપરાંત રાહુલના નજીકના માનવામાં આવતાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ ગેરહાજર હતા. તો RLDના અજીત સિંહ, TMCના પ્રમુખ અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને BSPના પ્રમુખ માયવાતી પણ હાજર રહ્યા ન હતા.

જો કે RJD તરફથી તેજસ્વી યાદવ એટલા માટે હાજર રહ્યા ન હતા કારણ કે તેમને પટણામાં ઈફ્તારનું આયોજન કર્યું હતું. જ્યારે માયાવતીએ બસપા તરફથી સતીશ મિશ્રાને મોકલ્યા હતા. એટલું જ નહીં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ રાહુલની ઈફ્તારમાં હાજર ન રહ્યા હતા. જો કે એવું કહેવામાં આવે છે કે તેઓ વિદેશમાં છે અને તેના કારણે પહોંચ્યા ન હતા. રાહુલે ઈફ્તારમાં 17 વિપક્ષોને આમંત્રણ આપ્યું હતું.

ઇફ્તાર પછી રાહુલે ટ્વિટ કર્યું હતું કે, સારું ભોજન, મિત્રના ચેહરા અને શાનદાર સંવાદથી યાદગાર ઈફ્તાર બની રહી. બંને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ દા અને પ્રતિભા પાટિલ તેમજ ઘણાં વિપક્ષી નેતા, મીડિયા રાજનેતા અને ઘણાં જૂના અને નવા મિત્રો હાજર રહ્યા હતા.

આ પાર્ટીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રતિભા પાટિલ તેમજ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સામેલ થયા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ કાર્યક્રમમાં હાજરી આપી છે. જો કોંગ્રેસના નેતાઓની વાત કરવામાં આવે તો રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદ, બદરૂદ્દીન અજમલ, પી. ચિદમ્બરમ થી લઈ ગુજરાતથી કોંગ્રેસ સાંસદ અહમદ પટેલ, રાજીવ શુક્લા, શીલા દીક્ષિત પણ પાર્ટીમાં હાજર છે.