કર્ણાટકની: કૉંગ્રેસને સુપ્રીમ કોર્ટ પહોંચતા આવી ગયું આંખે પાણી! બદલવી પડી ત્રણ વખત અરજી - Sandesh
  • Home
  • India
  • કર્ણાટકની: કૉંગ્રેસને સુપ્રીમ કોર્ટ પહોંચતા આવી ગયું આંખે પાણી! બદલવી પડી ત્રણ વખત અરજી

કર્ણાટકની: કૉંગ્રેસને સુપ્રીમ કોર્ટ પહોંચતા આવી ગયું આંખે પાણી! બદલવી પડી ત્રણ વખત અરજી

 | 2:49 pm IST

કર્ણાટકમાં રાજકીય સંકટના વાદળ હજુ ઘેરાયેલા જ છે. સુપ્રીમ કોર્ટે બીએસ યેદિયુરપ્પા સરકારને બહુમતી સાબિત કરવા માટે એક દિવસનો સમય આપ્યો છે. હવે શનિવારના રોજ સાંજે ચાર વાગ્યે ફ્લોર ટેસ્ટ થશે. આપને જણાવી દઇએ કે બુધવારના કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકાર બનાવાનું આમંત્રણ આપવાની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં કૉંગ્રેસની તરફથી અરજી નોંધાવી હતી. સુપ્રીમ કોર્ટમાં અડધી રાતથી સવાર સુધી ચાલેલી સુનવણી પાછળ કૉંગ્રેસના એક દ્રઢ નિશ્ચયની આખી વાર્તા છુપાયેલી છે.

દ્રઢ નિશ્ચય ભાજપને કંઇ રીતે કર્ણાટકમાં રોકવાની છે. તેના માટે સુપ્રીમ કોર્ટમાં કૉંગ્રેસની તરફથી દાખલ કરાયેલ અરજી અચાનક જ બનતી નહોતી પરંતુ ચૂંટણી પહેલાં જ તેને ડ્રાફ્ટ કરી લીધો હતો. સાથો સાથ સુપ્રીમ કોર્ટમાં અંતિમ રૂપથી યેદિયુરપ્પા સરકારને પડકારતા પહેલાં કર્ણાટકમાં પળે-પળે બદલાતી સ્થિતિને જોતા તેમાં ત્રણ વખત સુધારો કરાયો હતો. આવો તેને ક્રમવાર જાણીએ…

ગોવામાંથી શીખ મેળવી તૈયારી કરી હતી સંભવિત અરજી
આપને જણાવી દઇએ કે કર્ણાટક ચૂંટણી પરિણામ આવતા પહેલાં જ કૉંગ્રેસની તરફથી અરજીનો સંભવિત ડ્રાફ્ટ તૈયાર કરી લીધો હતો. આ એ આધાર પર હતો કે જો કર્ણાટકમાં કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરે છે તો તેને કોઇ પણ રીતે ગોવા બનવાનું રોકાવું શકે છે. ગયા વર્ષે ગોવામાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ મોટી પાર્ટી બનીને સામે આવી હતી પરંતુ ભાજપે કૉંગ્રેસને ચકમો આપતા ચૂંટણી બાદ ગઠબંધન કરતા ગોવામાં સરકાર બનાવી લીધી હતી.

ચૂંટણીના પરિણામોએ કૉંગ્રેસ અને સિંઘવીને ચોંકાવ્યા
આ અનુભવ પરથી શીખ મેળવતા કૉંગ્રેસના અભિષેક મનુ સિંઘવીના નેતૃત્વવાળી લીગલ ટીમે સુપ્રીમ કોર્ટમાંથી રાજ્યની સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવા માટે આમંત્રણ આપવાની માંગણી કરતાં એક અરજી તૈયાર કરી લીધી હતી. પરંતુ જ્યારે મંગળવારના રોજ પરિણામ સામે આવ્યા તો આ કૉંગ્રેસની સાથો સાથ સિંઘવીના નેતૃત્વવાળી લીગલ ટીમ માટે આ ચોંકાવનાર હતું, આ ટીમમાં દેવાદત્ત કામત, રાજેશ ઇનામદાર, જાવેદ રહેમાન, આદિત્ય ભટ અને ગૌતમ તાલુકદાર સામેલ છે.

પીટીશનમાં કરાયું સંશોધન
લીગલ ટીમે પરિણામોને જોતા જ અરજીમાં તરત સંશોધન કરીને કોર્ટમાંથી કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધનને સરકાર બનાવાની મંજૂરની માંગણી માટે રી-ડ્રાફ્ટ કર્યો. જો કે કૉંગ્રેસના થિંક ટેન્કનું અનુમાન હતું કે રાજ્યપાલ 116 ધારાસભ્યોવાળા ગઠબંધનને બોલાવામાં મોડું કરશે અને બીએસ યેદિયુરપ્પાને વોરિધી પાર્ટી પાસેથી ધારાસભ્યોને પોતાના પલ્લામાં ખેંચવા માટે પૂરતો સમ આપશે.

રાજ્યપાલે આપ્યું ભાજપને સરકાર બનાવાનું આમંત્રણ
અરજી બુધવાર સાંજે 7 વાગ્યાની આસપાસ ફાઇનલ થઇ અને સિંઘવીએ તેને પાસ કરી પરંતુ જેવો તેમને કોર્ટનો રૂખ કરવાની તૈયારી કરી અને એક ઝાટકો સામે આવી ગયો. રાજ્યપાલે યેદિયુરપ્પાને સરકાર બનાવા માટેનું આમંત્રણ આપી દીધું હતું. આ સમાચાર સાંભળીને ગભરાયેલ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સિંઘવીને ફોન કરી જાણ કરી.

ત્રીજી વખત અરજીનો કરાયો ડ્રાફ્ટ
ત્યારબાદ સિંઘવીએ કામત અને બીજા જુનિયર્સને કોલ કરીને અરજીને ફરીથી ડ્રાફ્ટ કરવાનું કહ્યું અને રાજ્યપાલના નિર્ણયને અસંવૈધાનિક કરાર આપવાની માંગણીના અનુરૂપ તૈયાર કરવાનું કહ્યું. રાજ્યપાલે ચૂંટણી બાદ કૉંગ્રેસ-જેડીએસના ગઠબંધનની પાસે પર્યાપ્ત બહુમતી હોવાના લીધે તેમણે સરકાર બનાવાનું આમંત્રણ આપ્યું નહોતું. કોર્ટમાં આ મુદ્દા પર ચર્ચા કરવા માટે અરજી તૈયાર કરાઇ કે રાજ્યપાલને પૂર્ણ સ્પષ્ટ બહુમતીના પુરાવા પર પણ ગઠબંધનને આમંત્રિત ન કરવાનો અધિકાર નથી.

11 વાગ્યે મળી સુપ્રીમ કોર્ટમાં જવાની મંજૂરી
આખરે સિંધવી અને તેમની ટીમને અરજીને અંતિમ રૂપ આપતા રાત્રે સાડા દસ વાગ્યે ગયા. ત્યારબાદ લીગલ ટીમ કૉપીને લઇ જ્યાં સુધી કોર્ટ પોહંચ્યા સુપ્રીમ કોર્ટના દરવાજા બંધ થઇ ચૂકયા હતા. કોર્ટના સિક્યોરિટી ગાર્ડસે ગેટ ખોલવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ ટીમ કોર્ટના રજીસ્ટ્રાર પાસે પહોંચી અને અંતે 11 વાગ્યે લીગલ ટીમને કોર્ટમાં જવાની મંજૂરી મળી.

રજીસ્ટ્રારે અરજીની તપાસ કરતાં કેસની તાત્કાલિકતા અંગે પૂછયું. તેના પર કામતે સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે પીટીશન પર તાત્કાલિક સુનવણી જરૂરી છે કે નહીં તેને રજીસ્ટ્રાકને નક્કી કરવાનો અધિકાર નથી. ત્યારબાદ રજીસ્ટ્રારે 12:30 વાગ્યે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના આવાસે પહોંચીને તેમણે કેસની માહિતી આપી.

સીજેઆઇ એ પોણા બે વાગ્યે સુનવણીની જાહેરાત કરી
સીજેઆઇએ બીજા જજો પાસેથી સલાહ લઇને 1.45 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં કોર્ટ નંબર 2માં સુનવણી જાહેર કરી. કોર્ટ નંબર 2નું નામ સાંભળતા જ મીડિયામાં કયાસ લગાવાયો કે આ જસ્ટિસ ચેલામેશ્વરની બેન્ચ છે જેણે મીડિયાની સામે બીજા બે જજોની સાથે મળી ન્યાયપાલિકાની સ્થિતિને ઉજાગર કરતાં પત્રકાર પરિષદ કરી હતી. જો કે કોર્ટના અધિકારીઓએ ટૂંક સમયમાં જ સ્પષ્ટતા કરી કે સુનવણી કોર્ટ નંબર 6માં થશે અને બેન્ચનું નેતૃત્વ જસ્ટિસ એકે સીકરી કરશે.