રાફેલ પર મોટા ખુલાસા બાદ રાહુલે કહ્યું, ભારતના વડાપ્રધાન જ ભ્રષ્ટ છે - Sandesh
  • Home
  • India
  • રાફેલ પર મોટા ખુલાસા બાદ રાહુલે કહ્યું, ભારતના વડાપ્રધાન જ ભ્રષ્ટ છે

રાફેલ પર મોટા ખુલાસા બાદ રાહુલે કહ્યું, ભારતના વડાપ્રધાન જ ભ્રષ્ટ છે

 | 4:06 pm IST

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઈને થયેલા મોટા ખુલાસા બાદ એકવાર ફરીથી પીએમ મોદી પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રાહુલે ગુરૂવારે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, રાફેલ પર થયેલા નવા ખુલાસાથી એક વખત ફરીથી સ્પષ્ટ થયુ છે કે, વડાપ્રધાને 30,000 કરોડ રૂપિયા અનિલ અંબાણીની ખિસ્સામા નાખ્યા છે. રાહુલે ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણના ફ્રાન્સના પ્રવાસ પર પણ પ્રશ્ન ઉભા કર્યા છે. ફ્રાન્સની ઈન્વેસ્ટિગેશન વેબસાઈટ મીડિયા રિપોર્ટમાં છપાયેલ એક લેખના હવાલાથી કહ્યું કે, હવે દસોના સીનિયર એગ્જિક્યુટિવે પણ કહ્યું છે કે, પીએમ મોદીના કહેવા પર રિલાયન્સને રાફેલ ડીલમાં સામેલ કરવામા આવી હતી.  રાહુલ ગાંધીએ રાફેલ સોદાને લઈને કહ્યું કે, હિન્દુસ્તાનનો વડાપ્રધાન જ ભષ્ટ છે.

રાહુલે કહ્યું કે, આનાથી પહેલા રાફેલ પર ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિએ પણ કહ્યું હતુ કે, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહ્યું હતુ કે અનિલ અંબાણીને આનો કોન્ટ્રાક્ટ મળવો જોઈએ. હવે રાફેલના સીનિયર એક્ઝિક્યુટિવ રહેલ એક વ્યક્તિએ કહ્યું છે કે, હિન્દુસ્તાનના PMએ અનિલ અંબાણીને 30,000 કરોડ રૂપિયાનું કોમ્પેન્સેશન આપ્યું છે. રાહુલે કહ્યું, સાંભળ્યું છે કે, નિર્મલા સીતારમન જી ફ્રાન્સ ગયા છે. એવી તો કઈ ઈમરજન્સી છે કે, તેઓ ફ્રાન્સ ગઈ છે અને દસોની ફ્રેકટરીમાં જવું છે.

રાહુલ ગાંધીએ કહ્યું,

દેશનો મુખ્ય મુદ્દો ભષ્ટ્રાચારનો છે અને વડાપ્રધાન જી તેના પર કંઈ જ બોલી રહ્યાં નથી. યુવા રોજગાર શોધી રહ્યાં છે અને વડાપ્રધાન જી અનિલ અંબાણી જીની ચોકીદારી કરી રહ્યાં છે. જાણે આ હિન્દુસ્તાનના વડાપ્રધાન ના હોઈને અંબાણીના વડાપ્રધાન હોય તેવું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનિલ અંબાણીના ચોકીદાર છે. આ બધી જ રીતે ભષ્ટ્રાચારનો મામલો છે અને ભારતના વડાપ્રધાન ભ્રષ્ટ છે.

રાહુલે પીએમ પર ડાયરેક્ટ એટેક કરતાં કહ્યું કે, અનિલ અંબાણી પર 45,000 કરોડ રૂપિયાનું દેવું છે. તેથી દસ દિવસ પહેલા કંપની ખોલી અને જનતાના 30,000 કરોડ રૂપિયા અનિલ અંબાણીના ખિસ્સામાં નાંખી દીધા. આ રાફેલના બીજા સૌથી મોટા અધિકારીએ આ વાત કરી છે. આનાથી સ્પષ્ટ કરપ્શનનો કેસ થઈ જ ના શખે. આખા હિન્દુસ્તાનને ખબર છે કે, મોદી જીએ જનતાના 30,000 કરોડ રૂપિયા અનિલ અંબાણીના ખિસ્સામા નાંખી દીધા છે.

ઉલ્લેખનિય છે કે, ફ્રાન્સની વેબસાઈટે કથિત રીતે દસોના આંતરિક દસ્તાવેજો અને એક એક્ઝિક્યુટિવની ટિપ્પણીના આધાર પર તે કહ્યું છે કે, આના પર સોદા માટે જરૂરી હતુ કે, દસો અનિલ અંબાણીની કંપનીને પાર્ટનર બનાવે. આ એક રીતે કોમ્પેન્સેશન જેવું છે.

ફ્રાન્સ કેમ ગયા છે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ

રાહુલે કહ્યું કે, ભારતના રક્ષા મંત્રી ફ્રાન્સ જઈ રહ્યા છે. આનાથી સ્પષ્ટ સંકેત શું હોઈ શકે છે. અંતે ફાન્સમાં એવું તો ક્યુ જરૂરી કામ આવી ગયું છે. તેઓ ત્યાં દસોની કંપનીમાં પણ જશે. દસોને એક વાત ખબર છે કે, તેને એક બિગ કોન્ટ્રક્ટ મળ્યો છે. તેથી તેને તેવું જ કહેવુ છે, જે ભારતની સરકાર ઈચ્છશે. જોકે, તેના આંતરિક દસ્તાવેજમાં તે વાત સામે આવી છે કે, પીએમે અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ આપવાની વાત કરી છે. હજુ અન્ય કોન્ટ્રાક્ટ પરની સાચા તથ્ય સામે આવશે.

કાર્તિ પર રાહુલ, તેઓ પ્રેશર બનાવવાની કોશિષ કરશે

એરસેલ મેક્સિસ ડીલમાં ઘેરાયેલ કાર્તિ ચિદમ્બરમના ઠેકાણાઓ પર રેડને લઈને રાહુલે કહ્યું, તેઓ તમારા પર દબાણ બનાવવાની કોશિષ કરશે, પરંતુ અમારા પ્રશ્નોના જવાબ આપશે નહી. પીએમ મોદીએ કહ્યું હતુ કે, તેઓ દેશના ચોકીદાર બનશે. નંબર બે એક્ઝિક્યુટીવનું કહેવું છે કે, ડીલ માટે રિલાયન્સને જોડવું પડ્યું. તેઓ દેશના નહી પર અનિલ અંબાણીના ચોકીદાર છે.

લોકસભામાં આંખ ના મેળવી શક્યા પીએમ મોદી

રાહુલે કહ્યું કે, દેશના પીએમ ભ્રષ્ટ છે. તેમને ભષ્ટ્રાચાર સામે લડવાના નામ પર સત્તા મેળવી હતી. અમે જ્યારે તેમને લોકસભામાં ડિસ્કશન કર્યુ તો તેઓ
આંખથી આંખ મેળવી શક્યા નહતા.

શરદ પવારની ટિપ્પણી પર બોલ્યા રાહુલ

શરદ પવાર તરફથી રાફેલ ડીલને લઈને પીએમ મોદીનો બચાવ કરવા પર રાહુલે કહ્યું કે, પવાર સાહેબે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, તેમના નિવેદનનું ખોટો અર્થ
નિકાળવો પડ્યો. અહી મુદ્દો તે છે કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને દસોના એક્ઝિક્યુટીવે કહ્યું છે કે, ભારતના પીએમ ભષ્ટ્રાચારી છે. હિન્દુસ્તાનના રક્ષા મંત્રી ફ્રાન્સ જઈ
રહ્યાં છે. આના સ્પષ્ટ સંકેત થઈ હોઈ શકે છે.