Rahul Gandhi attack on PM Narendra Modi in Jaipur at Rajasthan
  • Home
  • Featured
  • જયપુરમાં રાજસ્થાનને ભૂલી રાહુલ ગાંધી PM મોદીની વાતોમાં જ ‘રચ્યા પચ્યા’

જયપુરમાં રાજસ્થાનને ભૂલી રાહુલ ગાંધી PM મોદીની વાતોમાં જ ‘રચ્યા પચ્યા’

 | 8:53 pm IST

રાહુલ ગાંધી કૉંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પહેલી વખત જયપુરની મુલાકાતે ગયા. તેમણે રાજસ્થાન ચૂંટણી માટે કૉંગ્રેસનો શંખનાદ પણ મનાયો. જો કે સ્વાગત બાદ રામલીલા મેદાનમાં ભાષણ આપવા પહોંચનાર રાહુલ રાજધાની જયપુરમાં પ્રદેશના મુદ્દાને ભૂલી ગયા અને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોસતા દેખાડ્યા. પોતાના 37 મિનિટના ભાષણમાં રાહુલે સ્થાનિક મુદ્દા પર વાત કરી નથી અને પોતાની જૂનe ભાષણોને નવી રીત સાથે રજૂ કરતા જોવા મળ્યા.

આ દરમ્યાન તેમણે રાફેલ, મહિલા સુરક્ષા, દલિત હિંસા, લઘુમતી, 15 લાખનું વચન, 2 કરોડ યુવાનોને રોજગારી, જીએસટી, નોટબંધી વગેરે મુદ્દા પર મોદીની ટીકા કરી. આ દરમ્યાન તેમણે અંદાજે 10 મિનિટ રાફેલ પર વાત કરી અને અનિલ અંબાણી, ઉદ્યોગપતિઓ પર નિશાન સાંધતા રહ્યાં. ત્યાં તેમણે રોજગાર માટે પણ નરેન્દ્ર મોદીની ખૂબ ટીકા કરી અને ચીનની ભારત સાથે તુલના કરી.

સાથો સાથ દેશમાં વધી રહેલ હિંસાની ઘટનાઓ પર વાત કરી અને મધ્યપ્રદેશ, છત્તીસગઢના મુદ્દા પણ ગણાવતા રહ્યાં. આ દરમ્યાન તેમણે જૂના ભાષણોને નવા ફોર્મેટમાં રાજસ્થાનમાં રજૂ કર્યા. આ ભાષણમાં વિજય માલ્યા, નીરવ મોદી જેવા ડિફોલ્ટર અંગે પણ વાત કરી.

જો કે આ દરમ્યાન રાજસ્થાનના દરેક બ્લોક, જિલ્લાથી જયપુર આવેલા કૉંગ્રેસ કાર્યકર્તાઓને તેમના કેપ્ટનના ભાષણમાં સ્થાનિક મુદ્દાઓ અને રાજસ્થાન માટે કેટલાંક વચનોની અછત લાગી તેની ચર્ચા કૉંગ્રેસમાં અંદરો અંદર થવા લાગી. સાથો સાથ તેમણે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારનો એક પણ વખત ઉલ્લેખ કર્યો નહીં અને તેમના દ્વારા કરાયેલા કામોને ગણાવામાં નિષ્ફળ રહ્યાં. રાહુલે પોતાના ભાષણનો 5 ટકા હિસ્સો પણ રાજ્સથાનને આપ્યો નહીં. તેમણે માત્ર વીજળીનો પુરવઠો, યુવાનોને રોજગારીને લઇ પોતાના ભાષણમાં રાજસ્થાનની વાતો કરવાની કોશિષ કરી.

જો રાહુલ ગાંધી ઇચ્છે તો રાજસ્થાનમાં નીકળેલ ભરતીઓ અને તેમાં થયેલ ગડબડી, મનરેગાના બજેટમાં ઘટાડો, ડૉકટર્સની હડતાળ, ખેડૂતોની દેવા માફી, સાંપ્રદાયિક તણાવ, અનામત, ગુનાઓનો વધતો ગ્રાફ, ખરાબ કાયદો વ્યવસ્થા અને કેટલાંય માળખાકીય સુવિધાઓને લઇ વસુંધરા સરકારને ઘેરી શકતા હતા.

આ દરમ્યાન તેમણે કહ્યું કે જેવી કૉંગ્રેસ પાર્ટી 2019માં ચૂંટણી જીતશે, અમે આ પાંચ અલગ-અલગ સ્તરવાળા ગબ્બર સિંહ ટેક્સને બદલીને એક જીએસટી આપીશું, અમે ડિઝલ અને પેટ્રોલમાં પણ જીએસટીમાં નાંખીશું જેથી કરીને મોંઘવારી ઘટાડી શકાય.

રાજસ્થાન અંગે વાત કરતાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે પર નિશાન સાંધ્યું. રાહુલે કહ્યું કે વસુંધરા રાજે કહે છે કે લાખો યુવાનોને હું રોજગાર આપું, પરંતુ સચ્ચાઇ રાજસ્થાનના યુવાનોને માલૂમ છે. વાયદો 24 કલાક વીજળીનો કર્યો હતો, પરંતુ પાંચ કલાક વીજળી મળે છે. રાજસ્થાનમાં દરરોજ ખેડૂતો આત્મહત્યા કરે છે.