Congress President Rahul Gandhi address Rallies in Amethi Todays
  • Home
  • Election 2019
  • મારું સપનું છે કે સલોનમાં બનેલી ચિપ્સ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ખાય: રાહુલ ગાંધી

મારું સપનું છે કે સલોનમાં બનેલી ચિપ્સ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ખાય: રાહુલ ગાંધી

 | 4:50 pm IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે તેમના સંસદીય ક્ષેત્ર અમેઠીની મુલાકાતે છે. રાહુલ ગાંધી અમેઠીમાં આજે ત્રણ ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડી રહ્યા છે.

સલોનના પરસદેપુરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સત્તાધીશ પાર્ટી પર આરોપ લગાવ્યો અને કહ્યું કે બીજેપીએ અમેઠી અને રાયબરેલીની જનતા સાથે અન્યાય કર્યો છે. જ્યારે અમારી સરકાર આવશે તો હાલની સરકારે જે પણ જનતાથી લીધું છે. તે તમારો હક બે ગણો કરીને પરત કરવામાં આવશે. અમે અમેઠીમાં સૌ ફેક્ટરી વાળો ફૂડ પાર્ક સ્થાપિત કરીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે મારું સપનું છે કે સલોનમાં બનેલ બટેટાની ચિપ્સ એક દિવસ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ખાય.

ઉપરાંત તેમને નિશાન સાધતા કહ્યું કે બીજેપીએ ગરીબોના પૈસા અંબાણી અને નીરવ મોદી જેવા અમીરોને આપ્યા છે જેની સજા તેમને મળશે. તમને જણાવી દઈએ કે અમેઠીમાં તિલોઈની જનસભામાં રાહુલ ગાંધીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગતમાં ઉત્સાહિત રાહુલ ગાંધી પણ જોશથી ભરેલા હતા. તેમને પત્રકારોને કહ્યું કે હાલ પ્રેસ વાળા ગભરાયેલા છે જ્યારે અમારી સરકાર આવશે ત્યારે તમારે જે લખવું છે તમે લખી શકો છો. અમારી વિરુદ્ધ પણ લખવું હોય તો લખી લેજો.

આ સિવાય તેમને ખેડૂતો દેવું ન ચૂકવી શકે તો તેમને જેલ નહીં જવું પડે એવી વાત પણ કહી હતી. જન સભા દરમિયાન તેમને ન્યાય યોજનાનો ઉલ્લેખ કરતા પાંચ કરોડ ગરીબ પરિવારોને દર વર્ષે 72,000 રૂપિયા આપવાની વાત પણ કરી. નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 10મી એપ્રિલે અમેઠીમાં ઉમેદવાર પત્ર ભર્યું હતું. જેના પછી ચૂંટણી પ્રચારના કારણે તેઓ બહાર રહ્યા. હવે ઉમેદવારી નોંધાવ્યા બાદ પહેલીવાર રાહુલ ગાંધીએ અમેઠીની મુલાકાત લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન