President Rahul Gandhi Celebrates 49th Birthday with Party Workers
  • Home
  • Videos
  • Featured Videos
  • રાહુલ ગાંધી પોતાના બર્થ ડે પર હાથમાં બોક્સ લઈને નિકળ્યા ને કહ્યું કે…

રાહુલ ગાંધી પોતાના બર્થ ડે પર હાથમાં બોક્સ લઈને નિકળ્યા ને કહ્યું કે…

 | 9:51 pm IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 49 વર્ષના થયા છે. રાહુલે બિહારના ચમકી પીડિત બાળકોના શોકમાં જન્મદિવસ મનાવ્યો નથી પરંતુ તેમણે શુભેચ્છકોને બોલાવી બોલાવીની મીઠાઈ ખવરાવી હતી. રાહુલે તેમના બર્થડે લાડુને શેર કરતા કહ્યું કે જે પ્રેમ મળ્યો તે બદલ ગદ્ગદિત છું. રાહુલે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પત્રકારો, પાર્ટી કાર્યકરોને મીઠાઈ વહેંચતો ફોટો શેર કર્યો હતો. રાહુલે કહ્યું કે તમારા બધાનો આભાર. પ્રિયંકા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન, ગુલામ નબી આઝાદ અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીએ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે રાહુલ ગાંધીને તેમના 49મા જન્મદિવસે અભિનંદન. પરમ કૃપાળુ પરમાત્મા તમને તંદુરસ્ત આરોગ્ય અને દીર્ઘાયું બક્ષે. કોંગ્રેસના બીજા નેતાઓએ પણ રાહુલને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન