સુપ્રીમ કોર્ટના જજના આરોપ ગંભીર, જસ્ટિસ લોયાની મોતની તપાસ થવી જોઈએ : રાહુલ ગાંધી - Sandesh
  • Home
  • India
  • સુપ્રીમ કોર્ટના જજના આરોપ ગંભીર, જસ્ટિસ લોયાની મોતની તપાસ થવી જોઈએ : રાહુલ ગાંધી

સુપ્રીમ કોર્ટના જજના આરોપ ગંભીર, જસ્ટિસ લોયાની મોતની તપાસ થવી જોઈએ : રાહુલ ગાંધી

 | 8:30 pm IST

સુપ્રીમ કોર્ટના 4 સૌથી વરિષ્ઠ જજો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્ય ન્યાયાધિસ દીપક મિશ્રાની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલ ઉઠાવવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. સમગ્ર વિવાદમાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું ચાર જજોનો આરોપ ખુબ જ ગંભીર છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જસ્ટિસ લોયા કેસની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની માંગણી કરી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 4 જજોએ જે મુદ્દા ઉઠાવ્યા છે તે ખુબ જ મહત્વપૂર્ણ છે. જજોએ લોકતંત્ર ખતરામાં હોવાની વાત કરી છે. આ મુદ્દે ધ્યાન આપવું ખુબ જ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે આ પ્રકારની ઘટના અગાઉ ક્યારેય ઘટી નથી. આ અભૂતપૂર્વ બાબત છે.

સમગ્ર વિવાદમાં જસ્ટિસ લોયાના મોતનો મુદ્દો હોવાનું કહેવાય છે. તેવી જ રીતે મુખ્ય ન્યાયાધિસ દીપક મિશ્રાની કામ કરવાની પદ્ધતિ પર પણ સુપ્રીમ કોર્ટના ચાર જજોએ આજે સવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે બધુ બરાબર નથી. જજોની આ પ્રેસ કોન્ફરન્સથી દેસભરમાં જાણે ભૂકંપ સર્જાયો હતો. વરિષ્ઠ વકીલો અને રાજનેતાઓએ આ મુદ્દે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યાં હતાં. હવે આ મામલે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ જસ્ટિસ લોયાના મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ઉચ્ચસ્તર પર જસ્ટિસ લોયા કેસની તપાસ થવી જોઈએ. દેશની ન્યાય વ્યવસ્થા પર અમે વિશ્વાસ કરીએ છીએ. એક ગંભીર બાબત ઉભી થઈ છે, જેથી અમે આ મુદ્દે વાત કરી રહ્યાં છીએ.

આ અગાઉ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, જજોના વિવાદથી કોંગ્રેસ ચિંતિત છે. આ ઘટનાની લોકતંત્ર પર દુરોગામી અસર પડશે. તેમણે કહ્યું હતું કે જસ્ટિસ લોયાના મોત પર ગંભીર સવાલો ખડાં થઈ ચુક્યાં છે.

આ અગાઉ કોંગ્રેસે સાંજે પાર્ટીના નેતાઓ અને વકીલોની એક તત્કાળ બેઠક બોલાવી હતી. જેમાં રાહુલ ગાંધીએ પોતાના પક્ષના વરિષ્ઠ નેતાઓ અને વકીલો સાથે સુપ્રીમ કોર્ટના જજો દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ મુદ્દે ચર્ચા કરી હતી.