Congress President Rahul Gandhi Offers 4 Seats To AAP In Delhi
  • Home
  • Election 2019
  • કોંગ્રેસને ભાંડીને સત્તામાં આવેલી AAP માટે ‘માં મને કોઠીમાંથી કાઢ’ જેવો ઘાટ, રાહુલની ઓફર

કોંગ્રેસને ભાંડીને સત્તામાં આવેલી AAP માટે ‘માં મને કોઠીમાંથી કાઢ’ જેવો ઘાટ, રાહુલની ઓફર

 | 7:14 pm IST

દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંભવિત ગઠબંધન એક કોયડો બનીને રહી ગયું છે. ગઠબંધનને લઈને બંને પાર્ટીએઓ વચ્ચે હા-ના, હા-ના વચ્ચે હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ AAPને ખુલ્લી ઓફર કરી છે.

7 બેઠકો ધરાવતી દિલ્હીમાં આમ આદમી પાર્ટી માટે 4 બેઠકોની ઓફર કરી છે. સાથે જ તેમણે કહ્યું છે કે, હવે આપનો વારો છે. સાથે જ રાહુલ ગાંધી કેજરીવાલ પર આરોપો લગાવવાનું ચુક્યા નહોતા. તેમણે કેજરીવાલ પર યુ-ટર્ન મારવાનો આરોપ લગાવ્યો હતો. તો સામે કેજરીવાલે પણ જવાબ વાળતા રાહુલ પર ભાજપને મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો.

મોદી અને શાહને રોકવા માટે કોઈ પણ કુરબાની આપવા માટે તૈયાર હોવા સંબંધી કેજરીવાલના નિવેદનના એક જ દિવસ બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ગઠબંધનના દરવાજા હજી પણ ખુલ્લા છે. દિલ્હીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનનો અર્થ છે ભાજપની કારમી હાર. કોંગ્રેસે તેને સુનિશ્ચિત કરવા માટે દિલ્હીમાં આપને 4 બેઠકો આપવાની તૈયારી પણ દાખવી છે. પરંતુ કેજરીવાલે એક વધારે યૂ-ટર્ન લીધો. પણ અમારા દ્વાર હજી પણ ખુલ્લા છે, પણ સમય ખુબ ઓછો છે. રાહુલે ટ્વિટ સાથે ‘હવે AAPનો વારો’ હેશટેગ પણ જોડ્યું હતું.

અગાઉ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ શીલા દિક્ષીતે આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ પણ આમ આદમી પાર્ટી તરફથી કોંગ્રેસ સાથે જોડાણ કરવાના અનેકવાર પ્રયાસ કરવામાં આવ્યા. જેને અત્યાર સુધી નકારતી આવેલી કોંગ્રેસ હવે આમ કરવા તૈયાર થઈ છે. કોંગ્રેસ અહીં પોતાનું હાથ નીચો રાખને પણ આપ સાથે જોડાણ કરવા તૈયાર થઈ છે. હવે જોવાનું એ રહેશે કે AAP શું પ્રતિક્રિયા આપે છે.

જુઓ આ વીડિયો પણ

અમિત શાહનો કોડીનારમાં રોડ શો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન