કર્ણાટક: ચાની ચુસ્કી સાથે પકોડાની મજા માણતા રાહુલ ગાંધીનો Video આવ્યો સામે - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • કર્ણાટક: ચાની ચુસ્કી સાથે પકોડાની મજા માણતા રાહુલ ગાંધીનો Video આવ્યો સામે

કર્ણાટક: ચાની ચુસ્કી સાથે પકોડાની મજા માણતા રાહુલ ગાંધીનો Video આવ્યો સામે

 | 3:56 pm IST

ચાર દિવસના ચૂંટણી પ્રચાર પર કર્ણાટક પહોંચેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રેલીમાંથી આજે બ્રેક દરમ્યાન ચાની ચુસ્કીની સાથે પકોડાની મજા માણી હતી. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને પાર્ટીની બીજા નેતાઓની સાથે રાહુલ ગાંધી એક ઢાબામાં થોભ્યા હતા અને અહીં નાસ્તામાં પકોડા ખાધા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક દિવસથી દેશના રાજકારણમાં પકોડા અને બેરોજગારી શબ્દ પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. એક ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ જો કોઇ વ્યક્તિ લોન લઇને પકોડા વેચે છે તો તેને કયા પ્રકારની રોજગારી કહેવાય તેમ કહ્યું હતું. પીએમ મોદીના આ નિવેદનની ખૂબ ટીકા થઇ હતી. કૉંગ્રેસે કહ્યું હતું કે નોકરીઓ આપવામાં ફેલ પીએમ મોદી હવે પકોડા વેચવાને રોજગાર ગણાવી રહ્યાં છે.