રાહુલ ગાંધીએ આખરે 8 દિવસ બાદ મૌન તોડ્યું, એક જ કાંકરે ચાર પક્ષી માર્યા - Sandesh
  • Home
  • Featured
  • રાહુલ ગાંધીએ આખરે 8 દિવસ બાદ મૌન તોડ્યું, એક જ કાંકરે ચાર પક્ષી માર્યા

રાહુલ ગાંધીએ આખરે 8 દિવસ બાદ મૌન તોડ્યું, એક જ કાંકરે ચાર પક્ષી માર્યા

 | 7:28 pm IST

 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આખરે મૌન તોડ્યું છે અને દિલ્હીમાં ચાલી રહેલી ‘ધરણા પોલિટિક્સ’ પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરી ભાજપ, વડાપ્રધા નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ દિલ્હીમાં ચાલી રહેલા ડ્રામામાં જનતા પિસાઈ રહી હોવાનું પણ જણાવ્યું હતું.

દિલ્હીમાં આઈએએસ અધિકારીઓની કથિત હડતાળ પુરી કરવ અને ડૉર સ્ટેપ યોજનાઓને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના કેબિનેટ મંત્રીઓ સાથે એલજી ઓફિસમાં ધરણા દીધા હતાં. ત્યાર બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વડાપ્રધાન નિવાસસ્થાનનો પણ ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાક્રમ છેલ્લા 8 દિવસથી ચાલી રહ્યો છે. કેજરીવાલના જવાબમાં ભાજપે પાણીના પ્રશ્ને દિલ્હીના મુખ્યમંત્રી નિવાસ પર ધરણા કર્યાં હતાં.

8 દિવસ બાદ રાહુલ ગાંધીએ મૌન તોડ્યું

છેલ્લા 8 દિવસથી રાજધાની દિલ્હીમાં રાજ્ય સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ જાણે બંધ થવાનું નામ જ નથી લઈ રહી. આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંન્દ્રબાબુ નાયડૂ અને કેરળના મુખ્યમંત્રી કેજરીવાલનું સમર્થન કરી ચુક્યા છે. આ ઉપરાંત એનડીએના ઘટકદળ શિવસેનાએ પણ કેજરીવાલનું સમર્થન કર્યું છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મામલે સદંતર મૌન હતા. આખરે તેમણે ચુપ્પી તોડતા રાહુલ ગાંધીએ આ મામલી ટ્વિટ કર્યું છે.

શું છે રાહુલ ગાંધીનું ટ્વિટ?

રાહુલ ગાંધીએ ટ્વિટ મારફતે કેન્દ્ર અને રાજ્ય સરકારને એકસાથે નિશાને લીધા હતાં. ટ્વીટની મહત્વપૂર્ણ બાબત એ રહી કે, તેમણે પોતાની વાત રજુ પણ કરી દીધી અને કોઈનો પક્ષ પણ લેતા ન દેખાયા. તેમણે ભાજપ અને આપથી સમાન અંતર જાળવવાનો પ્રયાસ પણ કર્યો.

રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી એલજી ઓફિસમાં ધરણા પર છે, જ્યારે ભાજપ સીએમ નિવાસસ્થાને ધરણા ધરી રહી છે. દિલ્હીના અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે. વડાપ્રધાને સમગ્ર મામલે આંખો મીચી દીધી છે. દિલ્હીમાં ડ્રામાથી જનતા પરેશાન છે.

એક જ કાંકરે ચાર પક્ષી

આમ રાહુલ ગાંધીએ તેમના એક જ ટ્વિટ દ્વારા ચાર નિશાન તાક્યાં હતાં. પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજુ ભાજપ, ત્રીજા કેજરીવાલ અને ચોથા દિલ્હીના IAS અધિકારીઓ.