વડોદરા : દુધ અને ગંગા જળથી મહાત્માગાંધીની પ્રતિમાને કોંગ્રેસે કરી શુદ્વ, જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • વડોદરા : દુધ અને ગંગા જળથી મહાત્માગાંધીની પ્રતિમાને કોંગ્રેસે કરી શુદ્વ, જુઓ વીડિયો

વડોદરા : દુધ અને ગંગા જળથી મહાત્માગાંધીની પ્રતિમાને કોંગ્રેસે કરી શુદ્વ, જુઓ વીડિયો

 | 4:08 pm IST

વડોદરામાં ઉપવાસ આંદોલનમાં ગાંધીજીની પ્રતિમાના અપમાન બદલ કોંગ્રેસ દ્વારા પ્રતિમાં શુદ્વ કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ગાંધીની પ્રતિમાને ગંગાજળ તેમજ દુધથી શુદ્વ કરવામાં આવી હતી. તો મહાત્માગાંધી અમર રહોના સુત્રોચાર પણ કરવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ગૃહ ખાતે ઉપવાસ આંદોલન હોય કે ધરણા સહિતનો કોઇ પણ કાર્યક્રમ હોય ત્યારે, કાર્યક્રમના આયોજકો દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરીને કાર્યક્રમની શરૂઆત કરે છે, ત્યારે વડાપ્રધાનની અપીલને ફોલો કરવાના ઉત્સાહમાં ભાજપાના અગ્રણીઓ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરવાની વાત તો બાજુ ઉપર મહાત્મા ગાંધીજીની પ્રતિમાને તંબુથી ઢાંકી દીધી હતી. અને ગાંધીજીનું અપમાન કર્યું હતું. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાનું શુદ્વીકરણ કરવામાં આવ્યું હતું.