કોંગ્રેસમાં રાહુલ ગાંધીના વિકલ્પની શોધ કાર્યકારી અધ્યક્ષ માટે ચાર નામ ચર્ચામાં - Sandesh
  • Home
  • India
  • કોંગ્રેસમાં રાહુલ ગાંધીના વિકલ્પની શોધ કાર્યકારી અધ્યક્ષ માટે ચાર નામ ચર્ચામાં

કોંગ્રેસમાં રાહુલ ગાંધીના વિકલ્પની શોધ કાર્યકારી અધ્યક્ષ માટે ચાર નામ ચર્ચામાં

 | 3:01 am IST

। નવી દિલ્હી ।

લોકસભામાં કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામાની ઓફર કરી હતી તેમનું રાજીનામું સ્વીકારાયું તો નથી પરંતુ તેઓ રાજનામું આપવા અડગ હોવાનું જણાવાઈ રહ્યું છે. જો રાહુલ ગાંધી રાજીનામું આપવા પર અડગ રહ્યાં તો તેવી સ્થિતિમાં તેમને સ્થાને કોને બેસાડવા તે અંગે કોંગ્રેસ કાર્યકારણીની બેઠક યોજાઈ હતી. વરિષ્ઠ નેતા એકે એન્ટનીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં સચિન પાયલટ, જ્યોતિરાદિય્ય સિંધિયા, અશોક ગેહલેતના નામના ચર્ચા થઈ હતી. આમાંની કોઈને કાર્યકારી અધ્યક્ષ બનાવી શકાય છે. રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામું પરત ન લેવા પર મક્કમ રહે તો આવી સ્થિતિમાં પાર્ટીના બે અધ્યક્ષ બનાવવાની દિશામાં કોંગ્રેસ કામ કરી રહી છે. નવા ઉત્તરાધિકારી અંગે ઘણું બધું મંથન કર્યા બાદ પાર્ટીના નેતાઓ એ વાતે સંમત થયા છે કે કોંગ્રેસના બે કાર્યકારી અધ્યક્ષ હોવા જોઈએ, તેમાં જો એક દક્ષિણ ભારતમાંથી હોય તો વધારે સારૂ. એક પ્રસ્તાવ એવો પણ હતો કે કાર્યકારી અધ્યક્ષ અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિમાંથી હોવો જોઈએ.

રાહુલ જ અધ્યક્ષ છે, રહેશેઃ સૂરજેવાલા

કોંગ્રેસ કાર્યકારણીની બેઠક બાદ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી જ છે અને રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કોંગ્રેસ હાલના અધ્યક્ષ રાહુલ પર ભરોસો વ્યક્ત કર્યો છે.

શિંદે, ખડગેના નામની પણ ચર્ચા

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે કેટલાક નવા નામોનું સૂચન કરવામાં આવ્યું છે જેમાં એસસી સમૂદાયના બે સુશીલ શિંદે અને ખડગે સામેલ છે. કોંગ્રેસના બે કાર્યકારી અધ્યક્ષ હોવા જોઈએ, તેમાં જો એક દક્ષિણ ભારતમાંથી હોય તો વધારે સારૂ. એક પ્રસ્તાવ એવો પણ હતો કે કાર્યકારી અધ્યક્ષ અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિમાંથી હોવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન