NIFTY 10,234.45 +23.60  |  SENSEX 32,756.25 +171.90  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોંગ્રેસની ખેડૂત રેલીનો ફિયાસ્કો, યુથ કોંગ્રેસ પ્રમુખ અમરીન્દ્રસિંહ બ્રાર ગીન્નાયા Pics

કોંગ્રેસની ખેડૂત રેલીનો ફિયાસ્કો, યુથ કોંગ્રેસ પ્રમુખ અમરીન્દ્રસિંહ બ્રાર ગીન્નાયા Pics

 | 8:00 pm IST

ગુજરાત યુથ કોંગ્રેસ દ્ગારા યોજાયેલી ખેડૂત અધિકાર રેલીનો ફિયાસ્કો થતા ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસનાં પ્રમુખ અમરીન્દ્રસિંહ બ્રાર રીતસર ગીન્નાયા હતા. તેમણે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસનાં પ્રમુખ ગુલાબસિંહ રાજપુતને પદ છોડી દેવા જણાવી દીધું હતું. ઉપરાંત જો આવી નબળી રીતે આંદોલન કરવું હોય તો પોતાને ન બોલાવવા પણ જણાવી દીધું હતું. મહત્વની વાત એ છે કે આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસનાં એક માત્ર નેતા અર્જુન મોઢવાડિયા જ જોડાયા હતા.

યુથ કોંગ્રેસની ખેડૂત અધિકાર રેલી ધંધુકાથી અમદાવાદ સુધી યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ નવાગામથી આગળ રેલીને પોલીસે મંજુરી ન આપતા રેલી નવાગામ ખાતે જાહેરસભા બાદ પૂર્ણ કરવામાં આવી હતી. જેને લઈને અમરીન્દ્રસિંહ બ્રારે પોતાના ભાષણમાં નારાજગી વ્યક્ત કરતા યુથ કોંગ્રેસનાં કાર્યકરોને જાટકી નાખ્યા હતા. તેમણે આયોજકો પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “પોલીસથી ડરશો તો યુથ કોંગ્રેસ લડશે કેમ? લોકો હંમેશા લડનારાની સાથે રહે છે, માત્ર ભાષણ કરવાથી સરકાર ન આવે.”

યુથ કોંગ્રેસનાં કાર્યકરોને અમરીન્દ્રસિંહ બ્રારે સ્પષ્ટ જણાવી દીધું હતું કે, “પોલીસથી ડરો છો તમે આંદોલન કેમ કરશો ? અહી ભાષણ કરવા કરતા તો ધરપકડ થઈ હોત તો વધારે સારૂ હતું.” તેમણે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસનાં પ્રમુખ ગુલાબસિંહ રાજપુતને મજબુત લડત ન આપી શકો તો પદ છોડી દેવા કહી દીધું છે.

ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસનાં પ્રમુખ બ્રારે આજે નબળી રેલીનાં આયોજન અંગે યુથ કોંગ્રેસનાં કાર્યકરોને ત્યાં સુધી જણાવી દીધું હતું કે, “આવા નબળા આંદોલન કરવાનો શુ ફાયદો તમારા આ આંદોલનમાં મજા ન આવી, આવા જ આંદોલન કરવા હોય તો મને ન બોલાવશો. ઉપરાંત જો ના થાય તો રાજકારણ કરવાની જરૂર નથી તમારો કામધંધો કરો, તેવું કાર્યકરોને જણાવી દીધું હતું.”

ભાષણનાં અંતે અમરીન્દ્રસિંહ બ્રારે ગુલાબસિંહ રાજપુતને આગામી દિવસોમાં સારા અને નક્કર લડત માટેનાં આંદોલન કરવાની સલાહ આપી હતી અને તે માટેની કસમ ખાવા જણાવ્યું હતું. આજની રેલીમાં લોકોની સંખ્યા ઓછી હોવાની પણ તેમણે નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે જો એવુ જ હોય તો મને કહો 1000 લોકો તો હું મારી સાથે લઈને આવીશ.