કોંગ્રેસે કહ્યું, રાફેલ સોદો વિશ્વનું સૌથી મોટું કૌભાંડ, વિપક્ષોની ત્નઁઝ્ર દ્વારા તપાસની માગ - Sandesh
  • Home
  • India
  • કોંગ્રેસે કહ્યું, રાફેલ સોદો વિશ્વનું સૌથી મોટું કૌભાંડ, વિપક્ષોની ત્નઁઝ્ર દ્વારા તપાસની માગ

કોંગ્રેસે કહ્યું, રાફેલ સોદો વિશ્વનું સૌથી મોટું કૌભાંડ, વિપક્ષોની ત્નઁઝ્ર દ્વારા તપાસની માગ

 | 2:21 am IST

। નવી દિલ્હી ।

સંસદનાં ચોમાસું સત્રના છેલ્લા દિવસે મોદી સરકારે ફ્રાન્સ સાથે કરેલા રાફેલ યુદ્ધવિમાન સોદા મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષે ગંભીર આરોપ મૂક્યા હતા. સંસદ પરિસરમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં વિપક્ષે દેખાવો કરી રાફેલ વિમાન સોદાની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ(જેપીસી) દ્વારા કરાવવાની માગ કરી હતી. કોંગ્રેસે રાજ્યસભામાં રાફેલ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

મોદી સરકારે કરેલા રાફેલ સોદાના વિરોધમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં વિપક્ષે સંસદ પરિસરમાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.  વિપક્ષના સાંસદોએ આરોપ મૂક્યો હતો કે, નરેન્દ્ર મોદીનો ભ્રષ્ટાચાર ઉઘાડો પડી ગયો છે. રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, રાફેલ સોદો વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. અમે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માગ કરીએ છીએ. કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ આરોપ મૂક્યો હતો કે, આ કૌભાંડમાં મોદી સામેલ છે.

વિપક્ષના આરોપોનો જવાબ આપતાં સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી વિજય ગોયલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકતાં પહેલાં વિપક્ષે પૂરતા પુરાવા રજૂ કરવા જોઈએ. કોંગ્રેસ કોઈપણ પુરાવા વિના વડા પ્રધાન પર આરોપ મૂકી રહી છે. સંસદ ખોટા આરોપ મૂકવા માટે નહીં કાયદા બનાવવા માટે છે.

રાફેલ સોદો રૂ. ૪૫,૦૦૦ કરોડનું કૌભાંડ : કોંગ્રેસ

કોંગ્રેસ અને વિપક્ષોનો આરોપ છે કે, યુપીએ સરકારે રૂપિયા ૫૨૬ કરોડમાં એક વિમાન ખરીદવા ફ્રાન્સ સાથે કરાર કર્યો હતો પરંતુ મોદી સરકારે કિંમતમાં ૩ ગણો વધારો કરી એક વિમાન માટે રૂપિયા ૧,૬૦૦ કરોડનો સોદો કર્યો છે. રફાલ સોદામાં રૂપિયા ૪૫,૦૦૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

કોંગ્રેસ દ્વારા નાયડુની ટી પાર્ટીનો બહિષ્કાર

રાફેલ સોદા મુદ્દે રાજ્યસભાઅધ્યક્ષ વેંકૈયા નાયડુએ ચર્ચાની પરવાનગી ન આપતાં શુક્રવારે કોંગ્રેસના સાંસદોએ નાયડુ દ્વારા આયોજિત ટી પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો. નાયડુએ ગુરુવારે ચર્ચાની માગ કરી રહેલા કોંગ્રેસના સાંસદોનાં માઇક્રોફોન બંધ કરાવી દીધાં હતાં અને કોંગ્રેસના વિરોધ વચ્ચે બે ખરડા પસાર કરાવ્યા હતા.

;