શક્તિસિંહ ગોહિલે જાણો ક્યાંથી ચૂંટણી લડવાની કરી ઈચ્છા વ્યક્ત? - Sandesh
  • Home
  • Ahmedabad
  • શક્તિસિંહ ગોહિલે જાણો ક્યાંથી ચૂંટણી લડવાની કરી ઈચ્છા વ્યક્ત?

શક્તિસિંહ ગોહિલે જાણો ક્યાંથી ચૂંટણી લડવાની કરી ઈચ્છા વ્યક્ત?

 | 8:49 am IST

ભાવનગરમાં આજે શુક્રવારે પત્રકાર પરિષદને સંબોધતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, પોતાની ઈચ્છા ભાવનગરથી લડવાની છે પણ કચ્છ કે ભરૂચની ટિકિટ અપાય તો ત્યાંથી પણ લડી શકુ છું અને પક્ષ પ્રચારની જવાબદારી સોંપે તો તમામ બેઠકમાં પ્રચારનો મોરચો પણ સંભાળી શકુ છું. વર્ષોથી સબડતા કાળિયાબીડ કાયદેસરતાના મામલે તેમણે કહ્યું હતુ કે, સરકાર અને ડેવલપરને લીધે કાળિયાબીડના વસાહતી હાલાકી વેઠી રહ્યા છે. કાળિયાબીડમાં દસ્તાવેજ કરનાર વસાહતીને આજની જંત્રીના ભાવે સ્ટેમ્પ ડયૂટી ભરવાનું છેતરપિંડી સમાન હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, કાળિયાબીડ કાયદેસરના નામે આજની જંત્રીના ભાવે સ્ટેમ્પ ડયૂટી ભરવાનો નિર્ણય વસાહતીઓ સાથે છેતરપિંડી કરવા સમાન છે. મનપાએ સરકારમાં કસાંરાનાળા, કોમન પ્લોટના ક્ષેત્રફળ, ઈન્ફાસ્ટ્રકચર ડેવલપ ન કરવા, ૧૧ જેટકોનું એનઓસી, જેટકોના ૬૬ કે.બી.ના લાઈનો, ચકાસણી ફી માફ કરવા સહિતના અનેક મુદા સાથે મનાપાએ દરખાસ્ત મોકલી નિર્ણય કરવા આગ્રહ કર્યો હતો. બાદમાં કાળિયાબીડ માટે નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સરકારની બેઠક મળી હતી. ભાવનગરને મેડીકલ કોલેજ અપાવવાની લડતમાં પોતે મંત્રી પદેથી રાજીનામું ધરી દીધાનો પણ પત્રકાર પરિષદમાં શક્તિસિંહે ઉલ્લેખ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન