NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોંગ્રેસે શરૂ કર્યો ડોર ટુ ડોર પ્રચાર, જાણો આજે ક્યાં નેતા પહોંચ્યા મતદારો પાસે

કોંગ્રેસે શરૂ કર્યો ડોર ટુ ડોર પ્રચાર, જાણો આજે ક્યાં નેતા પહોંચ્યા મતદારો પાસે

 | 5:03 pm IST

ભાજપના ડોર ટુ ડોર કેમ્પેઈનને પગલે કોંગ્રેસે પણ આજથી આ રીતે પ્રચારના શ્રીગણેશ કર્યાં છે. કોંગ્રેસે રાજ્યમાં ઓછામાં ઓછા એક કરોડ લોકો સુધી પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પાર્ટી ઈન ચાર્જ અશોક ગેહલોતે આજથી ડોર ટું ડોર કેમ્પેઈન શરૂ કરતા અમદાવાદમાં નારણપુરામાં ઘરે ઘરે દસ્તક દીધી હતી. નારણપુરાને ભાજપનો ગઢ માનવામાં આવે છે. વળી આ મતવિસ્તારમાં અમિત શાહ સાતમી નવેમ્બરે ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન હેઠળ ઘરે ઘરે ફરી વળ્યાં છે. તેમની સાથે તારીખ 12મી નવેમ્બર સુધીમાં અનેક ગણમાન્ય નેતાઓ પણ જોડાયા હતા.

ભરતસિંહ સોલંકીએ ડોર  ટુ ડોર કેમ્પેઈન વિશે કહ્યું હતું કે તેમની ચૂંટણી રણનીતિ અનુસાર આ અભિયાન 15 દિવસ ચાલશે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતની રાહબરી હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમે લોકોને મળીને અમારુ લીફલેટ તેમને આપીને સમજાવીએ છીએ કે અમે અનેક મુદ્દાઓ લઈને ઉભા છીએ. જેમાં અમને તેમની સલાહની જરૂર છે. જેથી કરીને જે કાંઈ મુદ્દાઓ છે તેને અમે અમારા ચૂંટણી ઢંઢેરા(વિઝન ડોક્યુમેન્ટ)માં સ્થાન આપી શકીએ.

સિધ્ધાર્થ પટેલે વડોદરામાં ડોર ટું ડોર કેમ્પેઈનની શરૂઆત કરી હતી. તેમણે વાડી ખાતે આવેલા શનિદેવ મંદિરના દર્શન કરીને પ્રચાર અભિયાનના શ્રીગણેશ કર્યાં હતા. તેમણે હાર્દિક પટેલના કથિત વીડિયોને ભાજપે જ બહાર પડાવ્યો હોવાનું ગણાવ્યુંં. તેમણે કહ્યું કે પાટીદાર સમાજ હાર્દિકની સાથે છે.

ગેહલોતે બીજી બાજુ એવો દાવો કર્યો હતો કે પ્રચાર દરમિયાન પણ અમને એવું જોવા મળ્યું કે શાસક પક્ષ વિરુદ્ધ લોકોમાં ભારે રોષ છે. કોંગ્રેસ તરફી જુવાળ છે.

પાર્ટીના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે પક્ષના અનેક કેન્દ્રીય નેતાઓએ આ રીતે કરવામાં આવતા પ્રચારમાં ભાગ લીધો હતો.

પૂર્વ નાણાંપ્રધાન પી ચિંદમ્બરમ અમદાવાદની મુલાકાત લેવાના છે તે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝમાં અનેક વેપારીઓને મળશે. બુધવારે સચિન પાયલોટ સુરત અને રાજકોટની મુલાકાત લેશે જ્યારે જ્યોતિર્આદિત્ય સિધિંયા અમદાવાદ અને વડોદરાની મુલાકાત લેશે.