NIFTY 10,044.10 -74.15  |  SENSEX 32,597.18 +-205.26  |  USD 64.5200 +0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પક્ષ વિરુદ્ધ કામગીરી કરનારા 15 સભ્યોને કોંગ્રેસે કર્યા સસ્પેન્ડ

પક્ષ વિરુદ્ધ કામગીરી કરનારા 15 સભ્યોને કોંગ્રેસે કર્યા સસ્પેન્ડ

 | 11:40 pm IST

ગુજરાત કેટલાંક સ્થળે કોંગ્રેસના જ સભ્યોએ પક્ષ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવતા, પ્રદેશ પ્રમુખે કાર્યવાહી કરતા તેમની સામે સસપેન્શનનું શસ્ત્ર ઉગામ્યું છે.  કોંગ્રેસમાંથી 15 બાગીઓને છ વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે. બરતરફ થયેલા નેતાઓમાં લિંબડી – મહેશ મજેઠિયા, પ્રાંતિજ – રાજેન્દ્રસિંહ ઝાલા, કાંકરેજ – લેબુજી ઠાકોર, થરાદ – માવજી પટેલ, લુણાવાડામાં રતનસિંહ રાઠોડ ઉપરાંત પૂર્વ નાણાં મંત્રી બાબુ મેઘજી શાહ, કોર્પોરેટર અતુલ પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટ ના આપતાં નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી હોય તેવા 15 આગેવાનો-કાર્યકરોને કોંગ્રેસે પક્ષમાંથી ૬ વર્ષ માટે હકાપટ્ટી કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે ગેરશિસ્તને ધ્યાને રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે.

કોંગ્રેસે છ વર્ષ માટે જેમને સસ્પેન્ડ કર્યા છે તેમાં બનાસકાંઠા જિલ્લામાંથી બેને સસ્પેન્ડ કરાયા છે, થરાદ બેઠક પરથી પ્રદેશ ડેલિગેટ એવા માવજી પટેલ ચૂંટણી લડી રહ્યા છે, તેમને સસ્પેન્ડ કરાયા છે, કાંકરેજ બેઠક પર કાર્યકર લેંબુજી ઠાકોરને સસ્પેન્ડ કરાયા છે. એ જ રીતે પ્રાંતિજ બેઠક પર કાર્યકર રાજેન્દ્રસિંહ ઝાલા, હિંમતનગરમાં ચંદ્રકાંત પટેલને સસ્પેન્ડ કરાયા છે.
અમદાવાદ શહેરમાં કોર્પોરેટર અતુલ પટેલે વટવા બેઠક પરથી ઉમેદવારી કરી છે, જેને સસ્પેન્ડ કરાયા છે, નરોડામાં કશ્યપ રાજકુમાર, ઘાટલોડિયા બુધાજી ઠાકોર, અસારવા લલિત રાજપરાને સસ્પેન્ડ કરાયા છે. સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર કાર્યકરે મહેશ મજેઠિયા, લુણાવાડા બેઠક પર રતનસિંહ રાઠોડ (ચેરમેન, શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત), વીરમગામ ધ્રુવ જાદવ, બેચરાજી કિરીટ પટેલ, ખેરાલુ મૂકેશ દેસાઈ, મોરવા હડફ ભૂપત ખાંટ અને રાપર બેઠક પર પૂર્વ નાણાં મંત્રી બાબુ મેઘજી શાહ આમ ઉપરોક્ત તમામને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.