Congress Thinking To Make Changes In Their Strategy Against Amit Shah
  • Home
  • Election 2019
  • ગાંધીનગરમાં અમિત શાહ સામે કૉંગ્રેસ રમશે આ મોટો દાવ? થઈ રહી છે વિચારણા

ગાંધીનગરમાં અમિત શાહ સામે કૉંગ્રેસ રમશે આ મોટો દાવ? થઈ રહી છે વિચારણા

 | 4:45 pm IST

લોકસભા ચૂંટણીને લઇને જ્યારે ભાજપે પોતાના ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરી ત્યારે સૌથી મોટી વાત હતી કે ભાજપે ગાંધીનગરથી અમિત શાહને મેદાને ઉતાર્યા છે. ભાજપે લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં પોતાના 16 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. તો બીજી તરફ કૉંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી. ખાસ કરીને વાત કરીએ ગાંધીનગર સીટની તો કૉંગ્રેસ માટે કયા નેતાને અમિત શાહ સામે મેદાને ઉતારવો તે પ્રશ્ન માથાનાં દુ:ખાવા સમાન છે.

કૉંગ્રેસ શાહ સામે કોને ઉતારવા તેને લઇને મુંઝવણમાં છે. કૉંગ્રેસમાં અત્યારે અમિત શાહને ટક્કર આપી શકે તેવા નેતાનાં નામ પર ચર્ચા-વિચારણા ચાલુ છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા ગાંધીનગર બેઠક પરથી સી.જે.ચાવડાનું નામ લગભગ નક્કી હતુ, પરંતુ ભાજપે ગાંધીનગરથી અમિત શાહને ઉતારતા કૉંગ્રેસે પોતાની રણનીતિ બદલવી પડી રહી છે અને અત્યારે પોતાના ઉમેદવાર બદલવા માટે ફેર-વિચારણા કરી રહી છે. કૉંગ્રેસ ગાંધીનગરમાં અમિત શાહ સામે પાટીદાર ઉમેદવાર ઉતારવાનું વિચારી રહી છે. 2015માં થયેલા આંદોલનને અમિત શાહની સામે ઉછાળવા માટે કૉંગ્રેસ રણનીતિ બનાવી રહી છે.

અમિત શાહ સામે પાટીદાર ઉમેદવારને ઉતારી બાકીની બેઠકોમાં લાભ લેવાની કૉંગ્રેસની રણનીતિ છે. ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીઓમાં 2015નાં આંદોલનનો ફાયદો કૉંગ્રેસને થયો છે. અત્યારે કૉંગ્રેસ સી.જે. ચાવડા અને પાટીદાર ઉમેદવાર અંગે ચર્ચા કરી રહી છે. જો કે આ અંગે હજુ સુધી નિર્ણય લેવાયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન