સોશિયલ મીડિયા પર લાઈક્સ મેળવવા અવનવા પ્રયત્નો ભાજપ કરે છે: અહમદ પટેલ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સોશિયલ મીડિયા પર લાઈક્સ મેળવવા અવનવા પ્રયત્નો ભાજપ કરે છે: અહમદ પટેલ

સોશિયલ મીડિયા પર લાઈક્સ મેળવવા અવનવા પ્રયત્નો ભાજપ કરે છે: અહમદ પટેલ

 | 10:31 pm IST

કોંગ્રેસ નેતા અહેમદ પટેલે ઈવીએમ પર સવાલ ઉઠાવી આગામી ચૂંટણીમાં તેનો ઉપયોગ ન થાય તેવી માંગણી કરી કોંગ્રેસ હવે પોતાના પ્રચાર- પ્રસાર અંગે ભાજપના નક્શે કદમ પર ચાલીને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે તેવી સુફિયાણી સલાહ અહમદ પટેલે કોંગી જનોને આપી. અહેમદ પટેલે કહ્યું કે, “ઓછા ખર્ચે ચૂંટણી લડવા સો.મીડિયા ઉત્તમ માધ્યમ છે.
સો.મીડિયાનો ઉપયોગ કરી સત્તા મેળવવાનો હરિફોનું લક્ષ્ય છે. લાઈક્સ મેળવવા અવનવા પ્રયત્નો કરે છે. રૂપિયા આપીને ધુપ્પલ ચલાવાય છે. આપણે એમને વિવેકતાપૂર્ણ જવાબ આપવાનો છે.”

પટેલે વધુંમાં કહ્યું હતું કે, “આ સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ છે. ગુજરાતમાં 22 વર્ષથી આ સ્થિતિ છે. તેને બદલવાની છે. તમારી વચ્ચે અદેખાઈ, ઈર્ષ્યાને તમારી વચ્ચે આવવા ન દેતા.
ટેકનોલોજીના વિકાસનો શ્રેય રાજીવ ગાંધીને જાય છે. ટેકનોલોજીના વિકાસનો શ્રેય સામ પિત્રોડાને પણ. સો.મીડિયા રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનું સાધન છે. રાષ્ટ્રીયતા ઉજાગર કરવા સો.મીડિયા ઉત્તમ સાધન છે. અનેક પરિબળો દેશને તોડવાના પ્રયત્નો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા દ્ગારા પક્ષને મજબુત કરીએ.”

પટેલે વધુંમાં કહ્યું હતું કે, “રાષ્ટ્રીયતાની વાત કરનારા આઝાદીની લડાઈમાં નહોતા. આપણે પોઝિટીવ પ્રચારમાં માનીએ છીએ. આપણે આપણી લીટી મોટી કરવાની છે. અભિમાનીઓનું અભિમાન તોડવાનું આપણું કામ છે.”

કોંગ્રેસ આઈટી સેલ સેમિનારમાં ભરતસિંહે કહ્યું હતું કે, “આપણે ગેરિલા યુદ્ધ તો લડી શકીએ. આ યુધ્ધ લડવા માટે સોશિયલ મીડિયા એક સશક્ત સાધન છે. ચૂંટણી જીતવા ટ્વીટર કરતા ફેસબુક વધુ અગત્યનું છે. ભાજપ સોશિયલ મીડિયા માટે કરોડો ખર્ચે છે. ભાજપના પર્સેપ્શનને કેવીરીતે તોડી શકાય, તેની નીતિ-રીતિને કેવી રીતે તોડી શકાય તે રીતે કામ કરવાનું છે.  ભાજપના નેતા કેટલું ભણ્યા છે? ભાજપના ક્રાઈમ રેકોર્ડ વાળા નેતા કેટલા? ભાજપ, મોદી સરકારની અનેક માહિતી આપણી પાસે છે. આપણે લોકોની વચ્ચે માહિતી પહોંચાડવાની છે.
ભાજપ પ્રોફેશનલ યુવાનોને રોકીને કામ કરાવે છે. કોંગ્રેસના કેમ્પેઈનને સોશિયલ મીડિયા પર ટેકો અપાશે. પ્રચારનો 50 ટકા ખર્ચ સોશિયલ મીડિયામાં થવો જોઈએ. સોશિયલ મીડિયાથી જોડાયેલા યુવાનો સાચા હિરો છે.”