કોંગ્રેસને મહિલા દિવસની ટ્વિટ ખુબ જ મોંઘી પડી - Sandesh
  • Home
  • India
  • કોંગ્રેસને મહિલા દિવસની ટ્વિટ ખુબ જ મોંઘી પડી

કોંગ્રેસને મહિલા દિવસની ટ્વિટ ખુબ જ મોંઘી પડી

 | 7:47 pm IST

કોંગ્રેસે આઠ માર્ચે ઉજવવામાં આવતાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ટ્વિક કરી હતી પરંતુ આ ટ્વિટ કોંગ્રેસને ભારે મોંઘી પડી છે અને લોકોમાં ટ્રોલ થઈ છે.

કોંગ્રેસે ટ્વિટર હેન્ડલ પર મતદાનનું આયોજન કર્યું હતું. તેમાં લખવામાં આવ્યું હતું કે તમે આ મહિલા દિવસની ઉજવણી કેવી રીતે કરશો ? આ સાથે કોંગ્રેસ ચાર વિકલ્પ મુક્યા હતાં. પ્રથમ વિકલ્પ હતો તમારી મનમગતા ડ્રીંકની મોજ માણશો, બીજામાં હતું જોર જોરથી બરાડા પાડી હસશો. ત્રીજો વિકલ્પ હતો, મોડી રાતે ફરશો અને અંતિમ વિકલ્પમાં લખ્યું હતું કે ઉપરના બધા.

સોશિયલ મીડિયામાં આ વિકલ્પ બદલ કોંગ્રેસ ટ્રોલ થઈ રહી છે. લોકોએ કોંગ્રેસને પ્રશ્ન કર્યો હતો કે મહિલા સશક્તિકરણનો અર્થ મોડી રાતે ફરવાનો અને મનગમતા ડ્રીન્કની લિજ્જત માણવાનો થાય છે ? રોહિત અગ્રવાલ નામના યુઝરે લખ્યું હતું કે તમારા સુચિબદ્ધ વિકલ્પો તમારા પોતાના નેતાઓ અને તેમના પરિવાર માટે પ્રાસંગિક હોઈ શકે છે.

સજીવ ઘોષના યુઝરે કોંગ્રેસને તેના જ સવાલ માટે ત્રણ વિકલ્પ આપ્યા છે. આ વિકલ્પમાં કોંગ્રેસને દેશ બહાર કાઢવાનો, કોંગ્રેસને ભારતમાં જ સમાપ્ત કરવાનો અને ઉપરના બધાનો સમાવેશ થાય છે.

અગાઉ પણ અનેકવાર કોંગ્રેસ ટ્વિટ મુદ્દે ટ્રોલ થઈ છે. તાજેતરમાં જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયું હતું. કોંગ્રેસે આ અંગે ટવિટ કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં જ તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતાં. આ ટ્વિટ બદલ કોંગ્રેસ વિવાદમાં સપડાઈ હતી.