Congress Will Avoid Attack On PM Narendra Modi
  • Home
  • Featured
  • કોંગ્રેસ લીધો જબરદસ્ત મોટો નિર્ણય, હવે નરેન્દ્ર મોદીનું નામ જ નહીં લે, કારણ કે…

કોંગ્રેસ લીધો જબરદસ્ત મોટો નિર્ણય, હવે નરેન્દ્ર મોદીનું નામ જ નહીં લે, કારણ કે…

 | 9:11 am IST

તાજેતરમાં સામાન્ય ચૂંટણીમાં કારમી હારમાંથી શીખ મેળવતા કોંગ્રેસે પીએમ મોદી અને તેમની સરકાર પર સીધા પ્રહારોથી બચવાની રણનીતિ બનાવી છે. કોંગ્રેસની રણનીતિ છે કે પીએમ મોદી અને મોદી સરકારને ઘેરવાના લીધે ભાજપ કે ભાજપ સરકાર કહીને ઘેરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારની પહેલી ટર્મમાં કોંગ્રેસ સીધા પીએમ નરેન્દ્ર મોદી અને મોદી સરકાર કહીને પ્રહારો કરતી રહી હતી. એટલું જ નહીં રાફેલ મામલામાં કોંગ્રેસે પીએમ મોદીની વિરૂદ્ધ ‘ચોકીદાર ચોર હૈ’નો નારો બુલંદ કર્યો હતો. પરંતુ પરિણામ બાદ કયાંક ને કયાંક કોંગ્રેસ માની રહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી પર સીધા પ્રહારો કરવાથી નુકસાન થયું છે. આથી કોંગ્રેસ હાલ સીધા પ્રહારોથી બચવા માંગે છે.

બીજું કોંગ્રેસને લાગી રહ્યું છે કે પીએમ મોદી અને તેના નેતૃત્વમાં ભાજપ જે રીતે વિશાળકાય બહુમતીથી જીત મેળવી છે, તેના લીધે માહોલ તેમના પક્ષમાં છે. એવામાં જો નકારાત્મક પ્રહારો કે ઘેરાવ થાય છે તો કોંગ્રેસને નુકસાન થશે. એટલું જ નહીં તેની સાથે જોડાયેલ કોંગ્રેસની રણનીતિ છે કે તેઓ કોઇ વ્યક્તિ વિશેષ પર કે ખાનગી પ્રહારો કરવાથી બચશે. ખાનગી હુમલા માત્ર ત્યારે થશે જ્યારે કોઇ ખાનગી મામલો હશે કે એવો કોઇ મુદ્દો હશે જે કોઇ વ્યક્તિ સાથે જોડાયેલો હશે.

સૂત્રોના મતે પાર્ટી એ નક્કી કર્યું છે કે તેઓ સામાન્ય લોકોના જીવન કે તેની સાથે જોડાયેલો મુદ્દો ઉઠાવશે, તેનાથી તેઓ લોકોની વચ્ચે એક સકારાત્મક વિપક્ષની ભૂમિકાને રાખી શકે. પરિણામો બાદ જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સંબોધન પર ધ્યાન અપાયું તો તે સતત સકારાત્મક અને રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવાની વાત કરી રહ્યાં છે.

તાજેતરમાં જ કોંગ્રેસની આ બદલાયેલી રણભૂમિ અંગે જ્યારે કોંગ્રેસને પ્રશ્ન કર્યો તો પાર્ટી પ્રવક્તા જયવીર શેરગિલનું કહેવું હતું કે આ સમય તુ-તુ મેં-મેંનો નથી. કોંગ્રેસ સંસદની અંદર અને બહાર જવાબદાર અને સશકત વિપક્ષની ભૂમિકા નિભાવશે. આ સામાન્ય પ્રજા સાથે જોડાયેલી સમસ્યાઓને ઉઠાવશે.

આ વીડિયો પણ જુઓ – વડોદરામાં મોબાઈલ ચાર્જિગ કરતી વખતે યુવાનનુ મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન