Congress Will Combine All GST Slabs Into One : Rahul Gandhi In Dehradun
  • Home
  • Election 2019
  • એવું તે શું થયું રાહુલ ગાંધી જાહેરમાં બોલ્યા – હું નરેન્દ્ર મોદીની તરફથી માફી માંગું છું

એવું તે શું થયું રાહુલ ગાંધી જાહેરમાં બોલ્યા – હું નરેન્દ્ર મોદીની તરફથી માફી માંગું છું

 | 3:34 pm IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તરાખંડની રાજધાન દેહરાદૂનમાં જનસભાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ ડીલથી લઇ જીએસટી અને કિસાન સમ્માન નિધિ યોજના પર પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જીએસટીથી વેપારીઓને નુકસાન પહોંચ્યાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પીએમ મોદીની આ ભયંકર ભૂલ માટે હું તમારી પાસે તેમની તરફથી માફી માંગું છું.

જીએસટીથી વેપારીઓને થતા નુકસાનનો હવાલો આપતા રાહુલ ગાંધી એ કહ્યું કે અમે ગબ્બર સિંહ ટેક્સને સાચ્ચે જ જીએસટીમાં બદલીશું, જેમાં એક સાધારણ ટેક્સ હશે. રાહુલે વેપારીઓને સંબોધિત કરતાં કહ્યું કે જીએસટીથી તેમને જે નુકસાન થયું અને જે કષ્ટ થયું છે તેના માટે હું તમારી નરેન્દ્ર મોદીની તરફથી માફી માંગું છું. તેમણે ભયંકર ભૂલ કરી છે અને અમે આ ભૂલને સાચી કરીશું.

આની પહેલાં જનસભાની શરૂઆતમાં રાહુલ ગાંધી એ કહ્યું કે ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પર આવી મને ખૂબ ખુશી થઇ રહી છે. સેનામાં ઉત્તરાખંડની જે ભાગીદારી છે, આખું હિન્દુસ્તાન તેનું દિલથી સ્વાગત કરે છે. પુલવામામાં સીઆરપીએફના સૈનિક શહીદ થયા. પુલવામા બ્લાસ્ટ બાદ અમે તરત કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પૂરા દમની સાથે સરકાર અને દેશની સાથે ઉભી છે. પરંતુ એ સમયે વડાપ્રધાન કોર્બટ પાર્કમાં વીડિયો શુટમાં લાગ્યા હતા.

રાહુલ ગાંધીએ રેલીને સંબોધતા વધુમાં કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ સાંસદ બીસી ખંડુરીના વખાણ કરતાં વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે બીસી ખંડુરી ડિફેન્સ સાથે જોડાયેલી સંસદીય કમિટીના ચેરમેન હતા પરંતુ સાચું બોલતા તેમને હટાવી દીધા. આપને જણાવી દઇએ કે બીસી ખંડૂરીના દીકરા મનીષ ખંડુરી રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થઇ ગયા.

રાહુલ ગાંધી એ દેહરાદૂનની રેલીમાં ચોકીદાર ચોર હૈ ના નારા પણ લગાવ્યા. તેમણે કહ્યું કે ચાર વર્ષમાં અચ્છે દિન આવશેથી ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા.

કાગળનું વિમાન પણ નહીં બનાવી શકે અંબાણી
રાફેલ મામલા પર ભાજપ અને અનિલ અંબાણી પર પ્રહારો કરતાં રાહુલે કહ્યું કે અનિલ અંબાણી નરેન્દ્ર મોદીની સાથે ફ્રાન્સ જાય છે અને 1-2 દિવસની અંદર જ એચએએલને છેડો ફાડી અનિલ અંબાણીની કંપનીને રાફેલનો કોન્ટ્રાક્ટ આપે છે. નરેન્દ્ર મોદીએ ફ્રાન્સની સરકારને અનિલ અંબાણીને રાફેલનો કોન્ટ્રાક્ટ આપવાનું કહ્યું હતું. રાહુલે કહ્યું કે અનિલ અંબાણી જેમને આજ સુધી એક પણ વિમાન ઉડાડ્યું નથી તેમને તમે કાગળ પણ આપી દો તો તેનું વિમાન ના બનાવી શકે. સીબીઆઈ ચીફ રાફેલની તપાસની વાત કરે છે તો તેમને રાતોરાત હટાવી દેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન