કોંગ્રેસના મૂળિયા સાફ થઈ જવાના : વિજય રૂપાણી - Sandesh
  • Home
  • Gujarat
  • કોંગ્રેસના મૂળિયા સાફ થઈ જવાના : વિજય રૂપાણી

કોંગ્રેસના મૂળિયા સાફ થઈ જવાના : વિજય રૂપાણી

 | 9:25 pm IST

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માલણ બાદ કઠલાલ અને સુરેન્દ્રનગરમાં સભા યોજી હતી. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે કોંગ્રેસે લોકોની પીડા ન સમજી. કોંગ્રેસના મૂળિયા સાફ થઈ જવાના છે. સીએમ રૂપાણીએ કહ્યું હતું કે બનાસકાંઠાની જનતા માટે 1500 કરોડ આપ્યા.

વિજય રૂપાણીએ ભાજપને ગરીબોની સરકાર ગણાવી હતી. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં બે ચમત્કાર થયા. એક મૌની બાબા બોલતા થયાં.  અને બીજું કોંગ્રેસના જુઠ્ઠાણાઓને જનતા ઓળખી ગઈ છે. ગુજરાતના વિકાસને આડે કોંગ્રેસ હતી.

ગુજરાતમાં ભાજપ જંગી બહુમતીથી જીતશે.

વિજય રૂપાણીએ હાર્દિક વિશે કરી આવી વાત
મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી બુધવારે કપડવંજ વિધાનસભા બેઠકના છીપડી ગામે સભાને સંબોધી હતી. આઝાદી કાળથી કોંગ્રેસના ગઢ તરીકે ઓળખાતા છીપડી ગામે સીએમની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જનમેદનીને સંબોધતા સીએમ રૂપાણીએ ગ્રામજનોને જણાવ્યુ હતું કે આ વખતે ભાજપને જરૂર મત આપજો. છેલ્લા પાચ વર્ષમાં નથી થયા તેટલા વિકાસના કામો આ વિસ્તારમાં અમારી સરકાર કરશે. તો બીજી તરફ કોગ્રેસ દ્વારા વડાપ્રધાન પર કરાતી ટીપ્પણી મુદ્દે પણ સીએમએ જવાબ આપ્યો હતો. અને કોંગ્રેસના લોકો મોદીજીથી ગભરાઇ ગયા હોવાનું જણાવ્યું હતું.

હાર્દીક પટેલની માર્ક જુગરબર્ગે લીધેલી નોંધ અને હાર્દીકને વેલીમાં પધારવા અપાયેલા આમંત્રણ અંગે વાત કરતા સીએમ એ જણાવ્યું હતું કે તે બધા હંબક પ્રચાર છે. હાર્દીકની કોંઇ નોધ લેતુ નથી.

મને એમ લાગે છે કે કોંગ્રેસ મોદીજીથી ગભરાઇ ગઇ છે, અગાઉ પણ તેમના માટે ના શોભે તેવી વાતો કરતા હતા, હવે પણ ચૂંટણી ટાણેના બોલવાના શબ્દો બોલે છે તેના પરથી લાગે છે કે તેઓ ગભરાઇ ગયા છે.

ભાજપનો 150 પ્લસનો લક્ષાંક જરૂર મળશે. ઉત્તર પ્રદેશમાં પણ ચેનલો એ કહ્યા કરતા વધારે સીટો મળી હતી, મને ભરોસો છેકે વધારે સીટો મળશે જ..
હાર્દીક પટેલને માર્ગ જુકરબર્ગે વેલીમાં આમંત્રણ મુદ્દે તે બધા જુઠ્ઠા પ્રચારો છે કોઇ તેની નોંધ લેતુ નથી..