ચિત્રકૂટની જીત પર લોકો બોલ્યા: ના ભાજપા, ના શિવરાજ- અબ કિ બાર સિર્ફ મહારાજ! - Sandesh
  • Home
  • India
  • ચિત્રકૂટની જીત પર લોકો બોલ્યા: ના ભાજપા, ના શિવરાજ- અબ કિ બાર સિર્ફ મહારાજ!

ચિત્રકૂટની જીત પર લોકો બોલ્યા: ના ભાજપા, ના શિવરાજ- અબ કિ બાર સિર્ફ મહારાજ!

 | 9:00 pm IST

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ચિત્રકૂટ વિધાન સભા સીટ પર થયેલી ઉપ-ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર નીલાંશુ ચતુર્વેદીની જીત પર જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. નીલાંશુએ 14,000થી વધારે વોટોથી બીજેપીના શંકર દયાલ ત્રિપાઠીને હરાવી દીધા હતા. સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પર તેમને લખ્યું, “ચિત્રકૂટની જનતાનો આભાર, કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકતાઓને શુભેચ્છા!” સિંધિયાની આ ટ્વિટ પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે. એક પ્રશંસકે લખ્યું છે, “ના ભાજપા, ના શિવરાજ, અબ કિ બાર સિર્ફ મહારાજ! જય હો.”

એક અન્ય યૂઝરે લખ્યું છે, “અટેર બાદ હવે ચિત્રકૂટની જીત સ્પષ્ટ છે કે #મધ્યપ્રદેશ હવે ભાજપાના કુશાસનથી મુક્તિ ઈચ્છે છે.” બીજા યૂઝરે લખ્યું છે, “બીજેપીનું અહંકાર, ખોટી નીતિ જ છે જે દરેક જગ્યાએ પત્તો સાફ થઈ રહ્યો છે, ચિત્રકૂટ થઈ કોંગ્રેસના નામે!!”

જણાવી દઈએ કે, 9 નવેમ્બરે થયેલા મતદાનમાં લગભગ 65 ટકા લોકોએ મતદાન કર્યો હતો. મતદાનની ટકાવારી પુરૂષો કરતાં મહિલાઓની વધારે રહી હતી. આ સીટ ધારાસભ્ય પ્રેમસિંહના મૃત્યુથી ખાલી થઈ હતી. બીજેપી અને કોંગ્રેસ બંને માટે આ સીટ નાકની લડાઈ બની ગઈ હતી. આ સીટ માટે બંને પક્ષોએ એડી-ચોટીનો જોર લગાવી દીધો હતો. આ સીટ માટે મેદાનમાં કુલ 12 ઉમેદવાર હતા.