અમીબેન યાજ્ઞિકની રાજ્યસભામાં જાહેરાતને લઈને કોંગ્રેસમાં નારાજગી, રાજીનામાનો દોર શરૂ થયો - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • અમીબેન યાજ્ઞિકની રાજ્યસભામાં જાહેરાતને લઈને કોંગ્રેસમાં નારાજગી, રાજીનામાનો દોર શરૂ થયો

અમીબેન યાજ્ઞિકની રાજ્યસભામાં જાહેરાતને લઈને કોંગ્રેસમાં નારાજગી, રાજીનામાનો દોર શરૂ થયો

 | 12:21 pm IST

આજે ગુજરાતમા રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનુ છે ત્યારે ગઈકાલે કોંગ્રેસ દ્વારા તેમના બે નામોની જાહેરાત કરાઈ હતી. જેમાં કોંગ્રેસે નારણ રાઠવા અને ડો.અમી યાજ્ઞિકની જાહેરાત થઈ હતી. પરંતુ આ બે નામની જાહેરાત બાદ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થયો હતો. રાજ્યસભાના ઉમેદવાર જાહેરા થતા જ અન્ય ઉમેદવારોમાં નારાજગી જોવા મળી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ સોનલબેન પટેલે નારાજગીને કારણે પ્રમુખ પદ પરથી રાજીનામુ આપ્યું હતું. અમીબેન યાજ્ઞિકને ટીકિટ અપાતા મહિલા કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અન્ય હોદ્દેદારો પણ નારાજ થયા હોય તેમ કોંગ્રેસમાં આંતર કલહ સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો.

ગઈકાલે કોંગ્રેસ દ્વારા નારણ રાઠવા અને અમી યાજ્ઞિકના નામની જાહેરાત કરવમાં આવી હતી. મોડી રાત્રે કોંગ્રેસ તરફથી જાહેર થયેલી યાદીમાં ન ધારેલા નામો નીકળતાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. સૌરાષ્ટ્રની બોડીએ સાંજ સુધી રાજીનામા આપવાની વાત કરી હતી. કોંગ્રેસ ઓફિસ બહાર કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ ભેગી થઈ હતી અને અમી યાજ્ઞિકને રાજ્યસભાની ટીકીટ આપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર તરીકે એમીબેન યાજ્ઞિકની પસંદગી કરતા મહિલા કોંગ્રેસમાં ભારે આક્રોશ વર્ષોથી સંગઠનમાં જોડાયેલ મહિલા આગેવાનોએ પક્ષ સમક્ષ અન્યાયની લાગણી વ્યકત કરી હતી. જેને કારણે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ સહિતની મહિલા હોદ્દેદારોએ રાજીનામા ધર્યા છે.

ઉમેદવારી પત્ર ભરવાનો આગલા દિવસે મોડી રાત્રે ભારે મથામણ પછી AICCતરફથી ઉમેદવારો જાહેર થતાં ગુજરાત કોંગ્રેસમાં હડકંપ મચી ગયો હતો કારણ કે આ નામો ની તો ક્યારેય કોઈએ કલ્પના કરી ન હતી અલબત કોંગ્રેસના આદિવાસી ધારા સભ્યો અને આગેવાનો તરફથી થોડા સમય અગાઉ રજુઆત થઈ હતી કે રાજ્યમાં ૨૭ અનુસુચિત જનજાતિની અનામત વિધાનસભા બેઠકો પૈકી ૧૬ બેઠકો કોંગ્રેસે મેળવી છે ત્યારે આદિજાતિમાંથી કોઈ એક આગેવાન રાજ્યસભા બેઠક માટે પસંદ થવો જોઈએ. કદાચ AICC તરફથી આ રજુઆતને મહત્વ આપીને નારણ રાઠવાની પસંદગી થઈ હશે એવીજ રીતે રાજ્યસભામાં ગુજરાત તરફથી કોઈ એક મહિલાને મોકલવી જોઈએ એવા મંતવ્ય ઉપર ઉતરીને ડો. અમી યાજ્ઞિકને ટિકીટ અપાઈ હશે. જોકે કોંગ્રેસનાં આ બંને ઉમેદવારોને લોટરી લાગી છે એવો એક મત પ્રવર્તી રહ્યો છે. નારણ રાઠવા અગાઉ લોકસભામાં ચૂંટાયા છે અને કેન્દ્રમાં રાજ્ય કક્ષાના રેલવે પ્રધાન પણ રહી ચુક્યા છે. જ્યારે ડો. અમી યાજ્ઞિક ગુજરાત હાઈકોર્ટમાં વકીલ છે અને ભુતકાળમાં કોંગ્રેસના પ્રવક્તા પણ રહી ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગત ઓગસ્ટમાં ભાજપે તેના સંખ્યાબળ કરતાં એક ઉમેદવાર વધુ ઊભો રાખતાં રાજ્યસભાની ચૂંટણી ભારે રસાકસીભરી બની રહી હતી, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની તથા કોંગ્રેસના અહેમદ પટેલ ચૂંટાઈ આવ્યા હતા અને ભાજપના બલવંતસિંહ રાજપૂત પરાસ્ત થયા હતા.