Congress Worker Priyanka Chopra Zindabad instead of Priyanka Gandhi
  • Home
  • Featured
  • કોંંગીઓની જીભ લપસી, પ્રિયંકા ગાંધીના બદલે પ્રિયંકા ચોપડા જીંદાવબાદના નારા લાગી જતા ફજેતી

કોંંગીઓની જીભ લપસી, પ્રિયંકા ગાંધીના બદલે પ્રિયંકા ચોપડા જીંદાવબાદના નારા લાગી જતા ફજેતી

 | 10:27 pm IST

કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોના કારણે જ બરાબરના ભોંઠા પડ્યાં હતાં. માત્ર પ્રિયંકા ગાંધી જ નહીં કોંગ્રેસ પાર્ટીએ પણ શરમમાં મુકાવવાનો વારો આવ્યો હતો. વાત એમ હતી કે એક રેલીમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધ્હી અને સોનિયા ગાંધીના નામની નારેબાજી કરી રહ્યાં હતાં. જોએ આ દરમિયાન પ્રિયંકા ગાંધીના બદલે પ્રિયંકા ચોપરા જીંદાબારના નારા લાગી ગયા હતાં.

આ નારેબાજીને લઈને મંચ પર હાજર તમામ પાર્ટી કાર્યકર્તાઓ પણ અસહજ બની ગયા હતાં. જોકે પાર્ટી કાર્યકર્તાઓએ તુરંત જ પોતાની ભુલ ધ્યાને આવતા પ્રિયંકા ગાંધીના નામના જયકારા લગાવવાના શરૂ કરી દીધા હતાં.

દિલ્હીમાં આયોજિત કોંગ્રેસની જનસભામાં પાર્ટીના નેતા સુરેન્દ્ર કુમારે આ પ્રકારના નારા લગાવડાવ્યા હતા. સોનિયાથી રાહુલ સુધીના ઝિંદાબાદના નારા તો યોગ્ય હતા, પરંતુ જ્યારે બોલીવુડ એકટ્રેસ પ્રિયંકા ચોપડા ઝિંદાબાદના નારા લાગ્યા તો મંચ પરના નેતાઓની સાથે-સાથે જનસભામાં ઉપસ્થિત લોકો પણ અચરજમાં મૂકાયા હતા. આ સમયે કોંગ્રેસને શરમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો ન્યુઝ એજન્સી એએનઆઈએ ટ્વિટ કર્યો જે ઝડપથી વાયરલ થયો. બાદમાં લોકોએ સોશિયલ મીડિયા પર કોંગ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

દિલ્હીમાં રવિવારે કોંગ્રેસે એક જનસભા આયોજિત કરી હતી. આ સભામાં કોંગ્રેસના દિલ્હીના અધ્યક્ષ સુભાષ ચોપડા પણ હાજર હતા. સભા દરમિયાન કોંગ્રેસ નેતા સુરેન્દ્ર કુમારે નારાઓ બોલાવવાની શરૂઆત કરી. તેમણે નારા લગાવ્યા- સોનિયા ગાંધી…લોકોએ કહ્યું- ઝિંદાબાદ. પછી કહ્યું કોંગ્રેસ પાર્ટી…ભીડે જોશ સાથે કહ્યું- ઝિંદાબાદ. પછીથી કહ્યું રાહુલ ગાંધી… લોકો બોલ્યા ઝિંદાબાદ અને પછી નારા લગાવડાવ્યા, પ્રિયંકા ચોપડા…લોકોએ કહ્યું- ઝિંદાબાદ. આ અંતિમ નારાની સાથે મંચ પર સુરેન્દ્ર કુમાર સાથે ઉભેલા સુભાષ ચોપડા નવાઈ પામ્યા. સુરેન્દ્ર કુમાર કદાચ પ્રિયંકા ગાંધીની જગ્યાએ પ્રિયંકા ચોપડા બોલી ગયા, જોકે તેની અસર ઝડપથી સામે આવવા લાગી.

કોંગ્રેસે કરેલી નારાબાજીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા અને હજારો ટ્વિટની સાથે પ્રિયંકા ચોપડા ટ્રેન્ડ થવા લાગી. બીજી તરફ આ વીડિયોને લઈને ટ્વિટર પર લોકોએ કોંગ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક વ્યક્તિએ ટ્વિટ કર્યું ભગવાન ભલું કરે. રાહુલ ગાંધી આ રેલીમાં આવ્યા ન હતા નહિતર કદાચ રાહુલ બજાજ ઝિંદાબાદના નારા લાગ્યા હોત. આ વાતને ઉદ્યોગપતિ રાહુલ બજાજ સાથે જોડીને કરવામાં આવી, જે બીજેપી અધ્યક્ષ અમિત શાહ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ખૂબ જ ચર્ચામાં છે. અન્ય એક વ્યક્તિએ ટ્વિટ કર્યું પ્રિયંકા ચોપડા કોંગ્રેસમાં ક્યારે જોડાયા ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન