Congress workers in Amreli shared pamphlets against BJP
  • Home
  • Election 2019
  • અમરેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ એવું તે શું કર્યું કે ધાનાણી મારતા મોઢે પોલીસ સ્ટેશન દોડયા

અમરેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ એવું તે શું કર્યું કે ધાનાણી મારતા મોઢે પોલીસ સ્ટેશન દોડયા

 | 7:41 pm IST

અમરેલી લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાની છેલ્લી ઘડીએ ભાજપના ઉમેદવાર નારણ કાછડીયા વિરુદ્ધ ગત મોડી રાત્રે કેટલાક લોકો પત્રિકા વહેંચતા હોવાની ફરિયાદ સીટી પોલીસ સ્ટેશનમાં દાખલ થતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે પોલીસે યોગ્ય કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. જોકે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત થતા અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતાં.

ગત મોડી રાત્રે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો ભંગ કરતા 15 ઈસમોની અટકાયત કરી અને ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જે બાબતની અરજી અરજદાર વિશાળ સરધારાએ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

અમરેલી શહેરમાં સંકુલ રોડ પર ફાટક ઉતારતા સહજ હોલ સામે રસ્તાપર કેટલાક અજાણ્યા ઈસમો અલગ-અલગ દુકાનો નીચે પત્રિકાઓ નાખતા હોય અને આ પત્રિકા ભાજપના ઉમેદવાર નારણ કાછડીયા વિરુદ્ધ ગૌચર જમીનમાં દબાણ કરેલ હોય તે અંગેની પત્રિકા નામ વગરની અને પ્રિન્ટિંગ પ્રેસના નામ વગરની હોય. આચારસંહિતાના ભંગનો ગુન્હો લાગુ પડતો હોય. પોલીસે ફરિયાદના આધારે 15 જેટલા ઈસમોની તપાસના આધારે અટકાયત કરી છે. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લલિત ઠુમ્મર સહીત કોંગ્રેસના કાર્યકરોની 6 વાહનો સાથે અટકાયત કરી તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

નનામી પત્રિકા બાબતે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૂપાલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોંગ્રેસ હાર ભળી ગઈ હોય કોંગ્રેસની માનસિકતા છતી થઇ છે. કોંગ્રેસમાં હિંમત હોય તો નામ સાથે પત્રિકા જાહેર કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન