Congress Workers Join BJP Ahead of Thara Nagar Palika Election
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • થરા નગર પાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ, કોંગ્રેસના 50થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

થરા નગર પાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ, કોંગ્રેસના 50થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

 | 8:18 pm IST
  • Share

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આગામી 3 ઓક્ટોબરે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી પહેલા મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. જેમાં કોંગ્રેસના 50થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે.

કાંકરેજની થરા નગર પાલિકાની ચૂંટણી પહેલા યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન તેમજ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ શાહ સહિત 50થી વધુ સક્રિય કોંગી કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે.

થરા નગરપાલિકાની 24માંથી 24 બેઠકો જીતવાનો સંકલ્પ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં ભળી જતાં રાજકારણ ગરમાયું છે.

જણાવી દઈએ કે, થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 3 ઓક્ટોબરે મતદાન થવાનું છે અને 5 ઑક્ટોબરે પરિણામ જાહેર થવાનું છે. હાલ ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ સબંધિત વિસ્તારમાં આદર્શ આચારસંહિતા લાગૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન