CWC Meet On Selection Of President, Sonia-Rahul Out
  • Home
  • Featured
  • કોંગ્રેસ પાર્ટીથી થઈ મોટી ભુલ! સોનિયા-રાહુલ CWCની બેઠક અધવચ્ચે જ છોડીને નિકળી ગયા

કોંગ્રેસ પાર્ટીથી થઈ મોટી ભુલ! સોનિયા-રાહુલ CWCની બેઠક અધવચ્ચે જ છોડીને નિકળી ગયા

 | 2:38 pm IST

કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીનો વિકલ્પ શોધવા માટે પાર્ટીની વર્કિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક રાજધાની દિલ્હીમાં ચાલી રહી છે. આ બેઠકમાં પાર્ટીના તમામ પ્રદેશ અધ્યક્ષો અને રાષ્ટ્રીય નેતાઓને આમંત્રીત કરવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૌપ્રથમ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. ત્યાર બાદ જુદી જુદી 5 ટીમોમાં નેતાને લઈને ચર્ચા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ઝોન પ્રમાણે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષો પાસેથી નવા અધ્યક્ષની પસંદગીને લઈને ચર્ચા હાથ ધરવામાં આવશે.

ઝોન પ્રમાણે બનેલી આ 5 ટીમોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામ પણ શામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ સોનિયા ગાંધીએ આ બાબતને લઈને વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ અને રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયાનો ભાગ નહીં બને. આમ કહી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમંથી બહાર નિકળી ગયા હતાં. ત્યાર બાદ વર્કિંગ કમિટીની બેઠક આજે સાંજે 8 વાગ્યે ફરીવાર યોજવામાં આવી હતી.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, અમારા નામ કમિટીમાં રાખવા યોગ્ય બાબત નથી. તો રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ આવતી કાલે પોતાના સંસદીય ક્ષેત્ર કેરળના વાયનાડ જશે. તેમણે કહ્યું હતું કે, મેં વાયનાડ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કરળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે. પાર્ટી કાર્યકર્તાઓને પુર પીડિતોની મદદે આવવા આહવાન કર્યું છે. અમે પૂર પીડિતોને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન