congress-working-committee-meeting-gujarat-priyanka-gandhi-first-rally
  • Home
  • Featured
  • મોદીના ગઢ ગુજરાતથી લલકારશે પ્રિયંકા, 28 ફેબ્રુ.એ કોંગ્રેસ અહીં કરશે પહેલી ઐતિહાસિક રેલી

મોદીના ગઢ ગુજરાતથી લલકારશે પ્રિયંકા, 28 ફેબ્રુ.એ કોંગ્રેસ અહીં કરશે પહેલી ઐતિહાસિક રેલી

 | 12:55 pm IST

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં પહેલી વખત જનસભાને સંબોધિત કરવા જઇ રહી છે. આ જનસભા 28 ફેબ્રુઆરીએ કોંગ્રેસની કાર્ય સમિતિ (CWC)ની અમદાવાદમાં થનાર બેઠક બાદ થશે. ગુજરાત કોંગ્રેસે આ જનસભાને ઐતિહાસિક ગણાવીને પુરી તમામ તાકાત લગાવી દીધી છે. પ્રિયંકાની સાથે આ જનસભાને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધિત કરશે.

તમને જણાવી દઇએ કે, સૌથી શક્તિશાળી બોડી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક 58 વર્ષ બાદ ગુજરાતમાં મળનારી છે. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અને કોંગ્રેસની ભવિષ્યની રણનીતિ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. અગાઉ 1902, 1921 અને 1961માં ગુજરાતમાં CWCની બેઠક મળી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પાર્ટીની કમાન સંભાળ્યા બાદ આ CWCની ચોથી બેઠક છે. તેના પહેલા CWCની બેઠક મહાત્મા ગાંધીની કર્મભમિ રહેલી વર્ધાના સેવાગ્રામમાં થઇ હતી.

હાલના દિવસોમાં બીજેપી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના લોકસભા વિસ્તાર અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને ઘેરવામાં લાગેલી છે. હાલમાં પીએમ નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીના સંસદીય વિસ્તાર રાયબરેલીમાં રેલી મારફતે કોંગ્રેસને ઘેરી હતી. એવામાં પીએમ મોદીના ગઢ ગુજરાતથી કોંગ્રેસનું ઉચ્ચ નેતૃત્વ અને ગાંધી-નેહરૂ પરિવાર એક મંચ પરથી હુંકાર પડશે.

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે, ગત વખત CWCની ગુજરાતમાં 1961માં બેઠક થઇ હતી. પાર્ટીના રાજ્ય એકમે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીથી રાજ્યમાં બેઠક કરવાનો આગ્રહ કર્યો હતો, જેને તેમણે સ્વીકાર કર્યો છે. ચાવડાએ વધુમાં કહ્યું કે, દેશ મહાત્મા ગાંધીની 150મી જ્યંતી વર્ષ અને ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ પુરા થવાની ખુશી મનાવી રહ્યો છે. એવામાં ગાંધી અને સરદાર પટેલની ભૂમિથી કોંગ્રેસ તેમના સિદ્ધાંતોને લઇને આખા દેશમાં સંદેશ આપવા માંગે છે.

અમિત ચાવડાએ જણાવ્યું કે, જે રીતે દેશની તમામ સંસ્થાઓ પર હુમલાઓ થઇ રહ્યા છે. એવામાં ગાંધીનગરમાં થનાર કોંગ્રેસની જન સંકલ્પ રેલીથી ‘સંવિધાન બચાવો, લોકતંત્ર બચાવો’ના સંકલ્પ લઇને આપણે આગળની દિશામાં આગળ વધીશું. તેમણે વધુમાં કહ્યું કે, 58 વર્ષ બાદ ગુજરાતમાં CWCની બેઠક મળી રહી છે, એવામાં આ રેલીને ઐતિહાસિક બનાવવા માટે એક એક કોંગ્રેસ કાર્યકર્તા કૃતસંકલ્પિત છે. આ રેલીમાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ, યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત CWC ના તમામ સભ્યો પોતાની વાત રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન