Conspiracy to land tribal widow land by land mafia at surat
  • Home
  • Gujarat
  • સુરત: જમીન માફીયા દ્વારા આદિવાસી વિધવાની જમીન હડપવા રચ્યું કાવતરું

સુરત: જમીન માફીયા દ્વારા આદિવાસી વિધવાની જમીન હડપવા રચ્યું કાવતરું

 | 1:47 pm IST

સુરતના ઓલપાડ તાલુકામાં ત્રણ ઈસમો દ્વારા જમીન પચાવી પાડવાનું કાવતરું રચાયું હતુ. ઓલપાડના સોસક ગામે આદિવાસીની 73 એએની જમીન પચાવી પાડવા કાવતરું રચ્યું હતું. કલેક્ટરનો ખોટો સિક્કો બનાવી ભેજાબાજોએ જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ મામલતદારને થતા આખરે ભેજાબાજોનો જમીન પચાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. ઘટનાને લઈ ઓલપાડ મામલતદારે ત્રણ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ત્રણ શખ્સોએ સોસક ગામની હળપતિ વિધવા મહિલાની 73-એેએ નિયંત્રિત સત્તા પ્રકારની સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની કિંમતના ખેતીલાયક જમીન વેચાણ મામલે સુરત કલેકટરનો બોગસ હુકમ રજુ કરતા સરકારી તંત્રમાં ખળભરાટ મચી જવા પામી હતી.

જો કે આ મામલાની તપાસ બાદ કલેકટરના હુકમના પગલે મામલતદારે ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા ત્રણે શખ્સો ભૂર્ગભમાં ઉતરી ગયા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના ઓલપાડ તાલુકાના સોસક ગામની હળપતિ મહિલા મંજુબેન ભંગડ રાઠોડ કે જેઓ વિધવા છે. તેમની બ્લોક નંબર-176 વાળી 73-એએ નિયંત્રિત સત્તા પ્રકારની આશરે ચાર વિઘા જેટલી ખેતીલાયક જમીન આવેલ છે.

આ જમીન પચાવી પાડવા દલસુખ લીંબા નારોલા, કિર્તી સહિત શકમંદ ભરતે જમીન વેચાણની પરવાનગી આપતો સુરત કલેકટર કચેરીનો ખોટો રાઉન્ડ સિક્કો મારી બોગસ હુકમ બનાવી તા.18-9-2018ના રોજ ઓલપાડ મામલતદાર કચેરીમાં રજુ કર્યો હતો.

આ મામલે મામલતદારને કાવતરાની ગંધ આવતા તેમણે કલેકટર કચેરીમાં હુકમની ખરાઇ કરાવતા આ હુકમ બોગસ જણાયો હતો.

જેથી ઓલપાડ મામલતદાર રમણ રત્ના ભાભોરે સુરત કલેકટરના આદેશથી બુધવારે મોડી સાંજે ત્રણે શખ્સોએ એકબીજાની મદદગારી કરી ગુનાહિત કાવતરું રચીને જમીન વેચાણની પરવાનગી આપતો સુરત કલેકટર કચેરીનો ખોટો રાઉન્ડ સિક્કાવાળો બોગસ હુકમ બનાવી રજુ કરવા મામલે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના પગલે પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.