NIFTY 9,490.60 -20.80  |  SENSEX 30,843.27 +-114.98  |  USD 64.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ગરમીમાં અચાનક થઈ જાય છે શરદી? તો કારણ હોય શકે આ

ગરમીમાં અચાનક થઈ જાય છે શરદી? તો કારણ હોય શકે આ

 | 2:25 pm IST

ઉનાળાના દિવસોમાં લોકો જ્યારે બહારથી ઘરે પરત ફરે છે ત્યારે સૌથી પહેલાં રૂમમાં જઈ એસીની સ્વીચ ઓન કરી અને આરામ કરવા બેસી જાય છે. બળબળતા તાપમાંથી ઘરે પરત ફર્યા પછી એસીની ઠંડી ઠંડી હવામાં બેસવાથી રાહતનો અનુભવ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ગરમીમાંથી જઈ તુરંત એસી ચાલુ કરી અને બંધ રૂમમાં બેસી જવાથી શરીરમાં કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે. આ સમસ્યાથી બચવા માટે ઘરે પરત ફર્યા પછી શરીરને સામાન્ય તાપમાનમાં સેટ થવા દેવું જરૂરી છે. ત્યાર પછી પણ એસીમાં ટાઈમર સેટ કરવું જોઈએ. જો આમ ન કરવામાં આવે તો શરીરમાં નીચે દર્શાવેલી સમસ્યાઓ થઈ શકે છે.

માનસિક તાણ
હંમેશા એસીમાં રહેવાના કારણે બોડીને એક ટેમ્પરેચરની ટેવ પડી જાય છે. એવામાં વધારે ગરમ અથવા વધારે ઠંડા માહોલમાં રહેવું પડે તો આપણે ચેન્જ સહન કરી શકતા નથી. એના કારણે બેચેની અને સ્ટ્રેસ અનુભવાય છે.

માથાનો દુખાવો
સતત એસીવાળી જગ્યાએ બેસવાથી સ્નાયૂમાં ખેંચાણ વધે છે અને તેના કારણે માથાનો દુઃખાવો થઈ શકે છે. તેથી જરૂરી છે કે સતત એસીમાં ન બેસવું અને એસીમાં ટાઈમર સેટ રાખવું.

વજન વધે છે
એસીનો ઉપયોગ વધારે કરવાથી મેદસ્વીતા વધે છે. વાસ્તવમાં, ઠંડી જગ્યાએ શરીરની ઊર્જા ખર્ચ થતી નથી અને ચરબી વધે છે.

સાંધામાં દુઃખાવો
ઠંડીની સીધી અસર શરીરના સાંધાઓ ઉપર પડે છે, જેમાં ઘુંટણ, હાથ અને ગરદન. લગાતાર આ અવસ્થામાં રહેવાથી મોટી બીમારીઓનો ખતરો પણ થઈ શકે છે.

શ્વાસની સમસ્યા
એસીનું ફિલ્ટર ગંદુ થયા પછી પણ તેનો ઉપયોગ થાય તો તેના લીધે શ્વાસની બીમારી પણ થઈ શકે છે. ફિલ્ટર ખરાબ હોય તો ઉધરસ આવવી, સતત છીંક આવવાની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત શ્વાસ લેવામાં પણ સમસ્યા થઈ શકે છે.

ત્વચા રૂક્ષ થવી
જો એસી સતત ચાલુ રાખી બંધ રૂમમાં વધારે સમય બેસવાની આદતથી ત્વચા રૂક્ષ પણ થઈ શકે છે. જેમને ઓફિસમાં કલાકો સુધી બેસવાનું હોય તેમણે થોડી કલાકો પછી મોશ્ચરાઈઝર લગાવતાં રહેવું જેથી સ્કીન ઢીલી ન પડી જાય.

થાક લાગવો
એસીમાં બેસી રહેવાથી તમને માથાનો દુઃખાવો અને થાક લાગવા લાગે છે. જો ઓફિસની બંધ બિલ્ડીંગમાં સતત એસી ચાલતું હોય તો તેના કારણે શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે. જેના કારણે તાવ આવવો, થાક લાગવા જેવી બીમારીઓ પણ થઈ શકે છે.